AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કુછ કુછ હોતા હૈ’ની રિમેકમાં કોને કાસ્ટ કરશે કરણ જોહર? એક ચેટ શોમાં કર્યો ખુલાસો

કરણ જોહરના ફેમસ ટોક શો 'કોફી વિથ કરણ'ની (Koffee With Karan) સાતમી સીઝન શરૂ થઈ છે. હાલમાં તેનો એક પ્રોમો પણ રિલીઝ થયો હતો.

'કુછ કુછ હોતા હૈ'ની રિમેકમાં કોને કાસ્ટ કરશે કરણ જોહર? એક ચેટ શોમાં કર્યો ખુલાસો
Karan-Johar-will-cast-Ranveer-Alia-And-Janhvi-in-Kuch-Kuch-Hota-Hai-RemakeImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 2:49 PM
Share

કરણ જોહર (Karan Johar) આ દિવસોમાં તેના અપકમિંગ ટોક શો ‘કોફી વિથ કરણ’ની (Koffee With Karan) સાતમી સીઝનની તૈયારીમાં બિઝી છે. આ શો ડિઝની + હોટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે. આ નવી સિઝનની શરૂઆત આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે થઈ છે. પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, કરણ જોહરે એક ચેટ શોમાં ખુલાસો કર્યો છે કે તે ‘કુછ કુછ હોતા હૈ’ની રિમેકમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાન્હવી કપૂરને કાસ્ટ કરશે. પરંતુ આ ક્યારે શક્ય બનશે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી.

‘કુછ કુછ હોતા હૈ’ની રિમેકમાં આ કલાકારોને કાસ્ટ કરશે!

ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કરણ જોહરે રેપિડ ફાયરના સવાલોના જવાબ તે જ અંદાજમાં આપ્યા. જ્યારે કરણને પૂછવામાં આવ્યું કે તમે સારા મેચમેકર છો? અને તમે અત્યાર સુધી બોલિવૂડમાં કેટલા મેચ કર્યા છે? આ વિશે જાણકારી આપતાં કરણ જોહરે કહ્યું, હું સારો એક મેચમેકર છું.

રેપિડ ફાયરના અંતે તેને પૂછવામાં આવ્યું કે જો ‘કુછ કુછ હોતા હૈ’ રિમેક થશે તો તમે તેમાં કોને કાસ્ટ કરશો? જવાબમાં કરણ જોહરે કહ્યું, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાન્હવી કપૂર. આલિયા કાજોલનો રોલ કરશે, જાન્હવી રાની મુખર્જીનો રોલ કરશે અને રણવીર સિંહ શાહરૂખ ખાનનો રોલ કરશે.

આ પણ વાંચો

પહેલા એપિસોડમાં જોવા મળશે આલિયા અને રણવીર

હાલમાં આ શો સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટે લગ્ન પછીની જિંદગીમાં આવેલા ફેરફારો વિશે ખુલીને કરણ જોહર સાથે વાત કરી હતી. રણવીર સિંહે જણાવ્યું હતું કે કેવી રીતે તેનું વોર્ડરોબ પણ બદલાયું છે.

4 વર્ષ બાદ આ શો કરી રહ્યો છે વાપસી

કરણ જોહરનો આ ટોક શો લગભગ 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, જે એકદમ નવા અંદાજમાં લોકોની સામે આવશે. શોનું ફોર્મેટ એ જ છે જેમાં સેલિબ્રિટીઓ સાથે રેપિડ ફાયર રાઉન્ડ હશે અને તેમાં તેઓ તેમના પર્સનલ જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે. પહેલા આ ટોક શો ટેલિવિઝન પર પ્રસારિત થવાનો હતો પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યો નહીં અને હવે તેને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. તો આ વખતનો આ ટોક શો ખૂબ જ ફની બનવાનો છે.

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">