AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શમશેરાના રિલીઝ પહેલા સામે આવ્યો રણબીર કપૂરનો ફની વીડિયો, રણબીરે તેના એક ટોક શોનો વીડિયો કર્યો લોન્ચ

ફિલ્મ 'શમશેરા' (Shamshera) 22 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. રણબીર કપૂર (Ranbir Kapoor) આ દિવસોમાં તેની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તેણે તેના એક ટોક શોનો વીડિયો પણ લોન્ચ કર્યો છે.

શમશેરાના રિલીઝ પહેલા સામે આવ્યો રણબીર કપૂરનો ફની વીડિયો, રણબીરે તેના એક ટોક શોનો વીડિયો કર્યો લોન્ચ
Ranbir Kapoor with Ranbir Kapur Image Credit source: YouTube
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:16 PM
Share

Shamshera Promotion: રણબીર કપૂરની (Ranbir Kapoor) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘શમશેરા’ (Shamshera) 22 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ દિવસોમાં એક્ટર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર (Vaani Kapoor) રણબીર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. હાલમાં જ રણબીરે આર ટેપ્સના ત્રણ એપિસોડ રિલીઝ કર્યા જેમાં તેણે તેના મનપસંદ કલાકાર, ફિલ્મ અને વિલન બનવાની ઈચ્છા જાહેર કરી. રણબીરનો પણ એક ટોક શો આવી ગયો છે. ‘ધ અધર કપૂર શો’ના નામથી યશરાજ ફિલ્મ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેને શેર કરવામાં આવ્યો છે. રણબીર આ ટોક શોમાં પોતાનો ઈન્ટરવ્યુ લેતો જોવા મળે છે. જેમ તમે ‘શમશેરા’માં તેનો ડબલ રોલ જોવા જઈ રહ્યા છો, તેવી જ રીતે તે આ ટોક શોમાં પણ તેનો ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે.

નેપોટિઝમ પર રણબીર કપૂરનો મજેદાર જવાબ

The Other Kapur Show માં શરૂઆતમાં રણબીર એવો સવાલ પૂછી રહ્યો છે કે જાણે તે ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમના મુદ્દે પોતાને નિશાન બનાવી રહ્યો હોય. બે કપૂરોના આ ઇન્ટરવ્યુમાં, એક Kapoor પરિવારનો રણબીર કપૂર છે અને બીજો Kapur છે. જેમાં તે કહેતો જોવા મળે છે કે મારા બીજા નામમાં ‘U’ છે અને તમારામાં ‘OO’ આ જ કારણ છે કે Kapur હોવાથી મારા હાથમાંથી સાંવરિયા જતી રહી અને Kapoor હોવાથી તેને મળી ગઈ. આ વીડિયો ખૂબ જ ફની છે.

આ પણ વાંચો

શમશેરાના પ્રમોશનમાં બિઝી છે રણબીર કપૂર

આ સિવાય આ વીડિયોમાં તેની હિટ અને ફ્લોપ ફિલ્મોની પણ વાત કરવામાં આવી રહી છે. રણબીરની ફિલ્મ ‘બેશરમ’ ફ્લોપ સાબિત થઈ હતી અને તેની એક્ટિંગ પણ દર્શકોને પસંદ આવી ન હતી. તેના પર રણબીર પણ પોતાના પર કટાક્ષ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટની ફિલ્મો અને રણબીર કપૂર સાથે તેના લગ્ન વિશે પણ ડિસ્કશન કરતો જોવા મળી રહી છે.

રણબીર કપૂર ‘શમશેરા’ના પ્રમોશન માટે એકદમ અલગ રીત લઈને આવ્યો છે. પહેલા આરકે ટેપ્સ અને હવે ‘ધ અધર કપૂર શો’. ફિલ્મ ‘શમશેરા’માં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર જોરદાર હતું અને બે ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યા છે જેને દર્શકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર એક ડાકુના રોલમાં જોવા મળશે અને વાણી કપૂર પણ ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્ત પણ નેગેટિવ રોલમાં જોવા મળશે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં 22 જુલાઈએ રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">