AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2:’KGF ચેપ્ટર 2’નું એડવાન્સ બુકિંગ શરૂ, 12 કલાકમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચીને બમ્પર કમાણી કરી

KGF ચેપ્ટર 2 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, એવું માનવામાં આવે છે કે 'KGF 2'ની રિલીઝ પહેલા જ ફિલ્મ બમ્પર કમાણી કરી શકે છે. યશ સ્ટારર 'KGF ચેપ્ટર 2'નું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રી-બુકિંગ શરૂ થયા બાદ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે.

KGF Chapter 2:'KGF ચેપ્ટર 2'નું એડવાન્સ બુકિંગ શરૂ, 12 કલાકમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચીને બમ્પર કમાણી કરી
'KGF ચેપ્ટર 2'નું એડવાન્સ બુકિંગ શરૂ, 12 કલાકમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચીને બમ્પર કમાણી કરીImage Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 2:58 PM
Share

KGF Chapter 2: KGF 2 એડવાન્સ બુકિંગ (Advance booking) શરૂ થયાના 12 કલાકમાં જ ફિલ્મની પાંચ હજારથી વધુ ટિકિટ બુક થઈ ગઈ હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને રિલીઝ થયા બાદ ફિલ્મ સારી કમાણી કરશે. ‘KGF‘નો પહેલો ભાગ વર્ષ 2018માં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે ‘KGF 2‘ની રિલીઝમાં વિલંબ થયો છે. હવે આખરે પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.

માત્ર 12 કલાકમાં UKમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચી દીધી

યશની ‘KGF 2’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ આ ફિલ્મને લઈને ચાહકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘KGF 2’એ પ્રી-બુકિંગ શરૂ થયાના માત્ર 12 કલાકમાં UKમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચી દીધી. આવી સ્થિતિમાં આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે તેવી આશા છે. ‘KGF 2’ ગ્રીસમાં રિલીઝ થનારી પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બની છે.

ત્રણેય ફિલ્મો વચ્ચે સ્પર્ધા થશે

‘KGF ચેપ્ટર 2’ બોક્સ ઓફિસ પર ‘RRR’નો રેકોર્ડ તોડવામાં સફળ રહેશે કે કેમ તે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. પરંતુ ‘KGF 2’ને 13 એપ્રિલે રિલીઝ થનારી વિજયની ‘Beast’ અને 14 એપ્રિલે રિલીઝ થનારી શાહિદ કપૂરની ‘જર્સી’નો સામનો કરવો પડશે. આનાથી સ્પષ્ટ છે કે ત્રણેય ફિલ્મો વચ્ચે સ્પર્ધા થશે, પરંતુ આ સ્પર્ધામાં કોણ જીતશે તે 14 એપ્રિલ પછી ખબર પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ukraine War: રશિયાને દર વર્ષે 4.4 અરબ ડોલરનું નુકસાન થશે, બળવા પછી યુરોપિયન યુટર્ન, કોલસાની આયાત સહિતના નવા પ્રતિબંધો લાદશે

આ પણ વાંચો : Kutch: દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">