Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine War: રશિયાને દર વર્ષે 4.4 અરબ ડોલરનું નુકસાન થશે, બળવા પછી યુરોપિયન યુટર્ન, કોલસાની આયાત સહિતના નવા પ્રતિબંધો લાદશે

યુરોપિયન યુનિયનના (European Union) સભ્ય દેશોએ રશિયા સામે નવા પ્રતિબંધો લાદવાની મંજૂરી આપી દીધી છે. જેમાં કોલસાની આયાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. કિવની બહારના વિસ્તારોમાં નાગરિકોની હત્યાના અહેવાલો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Ukraine War: રશિયાને દર વર્ષે 4.4 અરબ ડોલરનું નુકસાન થશે, બળવા પછી યુરોપિયન યુટર્ન, કોલસાની આયાત સહિતના નવા પ્રતિબંધો લાદશે
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 1:33 PM

યુરોપિયન યુનિયનના (European Union) સભ્ય દેશોએ રશિયા સામે નવા પ્રતિબંધો લાદવાની (Sanctions on Russia) મંજૂરી આપી દીધી છે. જેમાં કોલસાની આયાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. કિવની બહારના વિસ્તારોમાં નાગરિકોની હત્યાના અહેવાલો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નામ ન આપવાની શરતે એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, કોલસાની આયાત પર પ્રતિબંધ એ રશિયાના ઊર્જા ઉદ્યોગ (Energy Industry) પર પ્રથમ EU પ્રતિબંધ હશે. આ પ્રતિબંધો સત્તાવાર રીતે શુક્રવારથી અમલમાં આવશે. કોલસા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધોથી રશિયાને વાર્ષિક 4.4 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. આ દરમિયાન, EUએ તેલની આયાત પર પણ પ્રતિબંધ મૂકવાનું કામ શરૂ કરી દીધું છે.

યુરોપિયન કાઉન્સિલના વર્તમાન ફ્રેન્ચ પ્રમુખે ગુરુવારે જણાવ્યું હતું કે, બ્લોકે નવીનતમ પ્રતિબંધોને લીલી ઝંડી આપી દીધી છે. કાયમી પ્રતિનિધિઓની સમિતિ, એટલે કે, સંસ્થા જેમાં દરેક સભ્ય દેશના યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓનો (Committee of Permanent Representatives) સમાવેશ થાય છે. તેણે પ્રતિબંધોના આ પાંચમા પેકેજને મંજૂરી આપી છે, જેમાં રશિયામાંથી તેલની આયાત પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. જો કે કોલસા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે ઓગસ્ટ સુધીનો સમય લેવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રશિયા પાસેથી તેલ અને કોલસાની આયાત પર પ્રતિબંધ ન લગાવવા બદલ તેની ભારે ટીકા થઈ રહી છે. આ વસ્તુઓ પર પ્રતિબંધથી રશિયાને મોટો ફટકો પડી શકે છે અને આ માટે EUને 45 દિવસનો સમય લાગ્યો હતો.

શુક્રવારથી પેકેજ લાગુ કરી શકાશે

પેકેજ EUના સત્તાવાર જર્નલમાં પ્રકાશિત થયા પછી જ અમલમાં આવશે. શુક્રવારે આવું થવાની ધારણા છે. રશિયામાંથી કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, યુરોપિયન યુનિયનએ રશિયન લાકડા અને વોડકા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો અમલ કરવામાં આવે તો, તે મોસ્કોના ઉર્જા ક્ષેત્રને લક્ષ્ય બનાવનાર પ્રથમ EU પ્રતિબંધ પેકેજ હશે. જ્યારે રશિયન અશ્મિભૂત ઇંધણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ છે, EU અધિકારીઓ કહે છે કે, જો મોસ્કો યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખે તો તેનું પાલન થઈ શકે છે.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

વિકલ્પોના અન્વેષણ કરવા માટે 120 દિવસ મળ્યા

દરમિયાન જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું છે કે, કોલસા પરના પ્રતિબંધને અપનાવવામાં સંપૂર્ણ 120 દિવસ લાગશે. EU નેતાઓ સંમત થયા હતા કે પ્રતિબંધોના પાંચમા પેકેજમાં કોલસા પર મોરેટોરિયમ શામેલ હશે અને 120-દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી સભ્ય દેશો અન્ય વિકલ્પો શોધી શકે. વાસ્તવમાં રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. જે બાદ પશ્ચિમી દેશોએ તેના પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેમ છતાં રશિયાએ કોઈ હુમલા ઓછા કર્યા નથી. તેથી, તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">