Kutch: દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા
બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એકજ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે.
કચ્છના (Kutch) દરિયાકાંઠે ડ્રગ્સ (Drugs) તસ્કરીના પ્રયાસોની સાથે બિનવારસી ચરસ મળવાનો સીલસીલો બે વર્ષથી ચાલુ છે. કચ્છમાં કાર્યરત લગભગ મોટાભાગની એજન્સીઓએ બાતમી અને સંયુક્ત પ્રયાસોથી આવા અનેક પેકેટ મળ્યા છે. જો કે લાંબા સમયથી આવા પેકેટ મળવાનું બંધ થયુ હતું. હવે ફરી એક સપ્તાહમા BSFને ચરસના 4 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. 4 એપ્રીલના લક્કી ક્રિક પાસેથી BSF ને બે બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. ત્યારે ગુરૂવારે જખૌ નજીક ઇબ્રાહીમ પીર બેટ પરથી વધુ ચરસના બે બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જે સ્થાનીક પોલીસને (Kutch Police) વધુ તપાસ માટે BSF સુપ્રત કરશે. જો કે 2020થી માત્ર BSFએ જ કચ્છના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી 1432 ચરસના પેકેટ બિનવારસી ઝડપ્યા છે. જે ક્યાથી આવ્યા તેની કોઇ વિગતો હજી સુધી સામે આવી નથી.
2020થી સીલસીલો યથાવત
સ્ટેટ આઇ.બી સ્થાનીક પોલીસ તથા મરીન ટાસ્કફોર્સ સહિત તમામ એજન્સીઓએ શરૂઆતમા સમયમાં દરિયામાં કોમ્બીંગ દરમિયાન આવા ચરસના બિનવારસી પેકેટ કબ્જે કર્યા હતા. જેનો આંકડો તો હજુ વધુ છે, પરંતુ 2020થી સતત કચ્છના દરિયામાંથી આવા બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે. કેટલાક સ્થાનિક માછીમારોએ પણ આવા પેકેટ મેળવી વેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.
જો કે આ જથ્થો કચ્છ સુધી કઇ રીતે પહોચ્યો તે હજુ સુધી નક્કી થઇ શક્યુ નથી. તમામ એજન્સીઓ આ માદક પદાર્થ પાકિસ્તાન તરફથી તણાઇને ભારત આવ્યો હોવાનુ અનુમાન લગાવી રહી છે. પરંતુ નક્કર કોઇ માહિતી ગુપ્તચર એજન્સીઓ પણ મેળવી શકી નથી.
બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એક જ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે. અનુમાન મુજબ દરિયાઇ વિસ્તારના નિર્જન ટાપુ પર દલદલ નીચે આવા હજુ પણ પેકેટ મળી આવવાની શક્યતા છે. પરંતુ તે કચ્છ સુધી કઇ રીતે પહોચ્યા તે પ્રશ્નનો જવાબ કોઇ એજન્સી શોધી શકી નથી. જો કે જોવુ એ રહ્યુ બિનવારસી ચરસ મળવાનો સીલસીલો ક્યારે અટકશે ?
આ પણ વાંચો-
Ahmedabad: પીરાણાનો કચરાનો ડુંગર કોર્પોરેશનને કરાવી રહ્યો છે કરોડોની કમાણી, અત્યાર સુધીમાં 13 કરોડની આવક થઇ
આ પણ વાંચો-
વિવાદીત ટિપ્પણી બાદ જીતુ વાઘાણીની સ્પષ્ટતા “મારે કોઇના સર્ટિફિકેટની જરૂરિયાત નથી”
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો