OTT પર ધૂમ મચાવવા આવી રહી છે અનન્યા પાંડે, આ સિરીઝમાં જોવા મળશે

|

Jan 04, 2023 | 9:37 AM

Ananya Panday : વર્ષ 2023માં ઘણી અભિનેત્રીઓ OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ યાદીમાં અનન્યા પાંડેનું નામ પણ સામેલ છે. ફિલ્મોમાં પોતાના હોટ અને આકર્ષક લુકથી લોકોને દિવાના બનાવનારી અનન્યા OTT પર પોતાના અભિનયનો જાદુ ચલાવવા માટે તૈયાર છે.

OTT પર ધૂમ મચાવવા આવી રહી છે અનન્યા પાંડે, આ સિરીઝમાં જોવા મળશે
Ananya Panday Debut On OTT

Follow us on

Ananya Panday Debut On OTT : બોલિવૂડમાં પોતાની એક્ટિંગ, હોટનેસ અને ક્યૂટનેસ માટે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે હવે ટૂંક સમયમાં OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ઘણીવાર તેની સ્ટાઈલ અને ફેશનને કારણે ચર્ચામાં રહે છે. અનન્યા પાંડે હવે તેની અભિનય કુશળતા સાબિત કરવા માટે OTT પર ઉતરી રહી છે. ટૂંક સમયમાં તે એક સિરિયલમાં જોવા મળવાની છે. ફેન્સ અનન્યાના OTT ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અનન્યા પાંડે જોવા મળશે આ વેબ સિરીઝમાં

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી સિરીઝનો એક ભાગ હશે. આ વેબ સિરીઝનું નામ ‘Call Me Bae’ હશે. જેની સાથે અનન્યા તેના OTT ડેબ્યૂ કરશે. તમને જણાવી દઈએ કે કરણ જોહરે અનન્યા પાંડેને તેની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી લોન્ચ કરી હતી અને હવે કરણ જોહર અનન્યા પાંડેને OTT પર લોન્ચ કરવાનો છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

અનન્યા પાંડે અરબપતિ ફેશન આઇકોન બનશે

જો રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા પાંડે આ વેબ સિરીઝમાં અરબપતિ ફેશન આઇકોનની ભૂમિકા ભજવશે. જે એક કૌભાંડ બાદ તેના પરિવાર દ્વારા પોતાનાથી દુર થઈ ગઈ છે. જો કે આ સિરીઝમાં ઘણા ફની ટ્વિસ્ટ પણ જોવા મળશે. ‘કોલ મી બે’ સિરીઝના દિગ્દર્શનની જવાબદારી કોલિન ડી’કુન્હા સંભાળી રહ્યા છે.

આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

અનન્યા પાંડેની આગામી વેબ સિરીઝ ‘Call Me Bae’ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે. આ સિરીઝ લગભગ પૂરી થઈ ગઈ છે અને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે દર્શકો માટે રિલીઝ થશે.

Next Article