AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhay Season 3 Review: કુણાલ ખેમુ અને વિજય રાજની શાનદાર એક્ટિંગ જીતશે ચાહકોના દિલ, વાંચો રિવ્યુ

Abhay 3 Review: કુણાલ ખેમુએ તેની પ્રથમ બે સિઝનની જેમ આ સિરીઝમાં પણ જોરદાર અભિનય કર્યો છે. જો કે અભિનયની વાત કરીએ તો અનંત તરીકે વિજય રાજે કુણાલ ખેમુને ટક્કર આપી છે.

Abhay Season 3 Review: કુણાલ ખેમુ અને વિજય રાજની શાનદાર એક્ટિંગ જીતશે ચાહકોના દિલ, વાંચો રિવ્યુ
abhay season 3 review
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:33 AM
Share
  • વેબ સિરીઝ – Abhay Season 3
  • કલાકાર – કુણાલ ખેમુ, વિજય રાજ, તનુજ વિરવાની, દિવ્યા અગ્રવાલ, રાહુલ દેવ અને આશા નેગી
  • દિગ્દર્શન – કેન ઘોષ
  • તેને ક્યાં જોઈ શકો – Zee5 પર
  • રેટિંગ – 3

કુણાલ ખેમુ (Kunal Khemu) ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ સારું કામ કરી રહ્યો છે. કુણાલ ખેમુની વેબ સિરીઝ ‘અભય’ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રેક્ષકોના આ પ્રતિસાદ પછી 8 એપ્રિલે આ શ્રેણીની 3 (Abhay Season 3) સીઝન રિલીઝ થઈ છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત અને કેન ઘોષ દ્વારા દિગ્દર્શિત, અભય સિઝન 3 નાટક, અપરાધ અને હિંસાથી ભરેલી છે. આ આઠ એપિસોડની ક્રાઈમ થ્રિલર શ્રેણીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સના પોલીસ અધિકારી અભય પ્રતાપ સિંહને (Abhay Pratap Singh) સોંપવામાં આવેલી જવાબદારીઓ દર્શાવવામાં આવી છે કે કેવી રીતે તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને વિચિત્ર કેસોને ઉકેલે છે. જો તમે આ સીરિઝ જોવા જઈ રહ્યા છો તો તે પહેલા તેના રિવ્યુ અહીં વાંચો.

તેની વાર્તા શું છે?

અભય યુપી પોલીસના એસપી અભય પ્રતાપ સિંહ (કુણાલ ખેમુ), સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરે છે અને જઘન્ય અને હિંસક ગુનાઓનો પર્દાફાશ કરે છે. અભયે પોતાની અંગત સમસ્યા સામે લડતી વખતે આ બધું કરવું પડે છે. એક તરફ તે ગુનાઓનું રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે તો બીજી તરફ તે પોતાના ભૂતકાળના બંધનોમાં ફસાઈ ગયો છે. સમગ્ર સિઝન દરમિયાન તે શિકારી અને શિકાર બંને છે, કારણ કે તે સામૂહિક હત્યાનો એક ખૂબ જ શક્તિશાળી નેતા પર આરોપ લગાવવા માટે વળેલો છે. બીજી તરફ તે પોતે પણ ગુનામાં સંડોવાયેલો છે. આ સિઝનમાં અભયે ધમાલ અને હિંસા પર રોક લગાવી દીધી છે. તેમજ કેટલીક બાબતો દર્શકોની કલ્પના પર છોડી દેવામાં આવી છે. જો કે, દર્શકો માટે સિરીઝની સૌથી મજાની વાત એ હશે કે અભય હત્યારાને પકડવામાં સક્ષમ છે કે નહીં?

રિવ્યૂ

જો તમને એક્શન પસંદ છે, તો આ સિરીઝ તમારા માટે એક ટ્રીટ છે, પરંતુ જો તમને હિંસા પસંદ નથી તો કદાચ આ સિરીઝ તમને થોડી પરેશાન કરી શકે છે. આ સીરિઝમાં ઘણી જગ્યાએ ખૂબ જ હિંસક દ્રશ્યો છે, જે તમને જોવું ગમશે નહીં. આ સિરીઝ જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે હત્યારો કોણ છે, પરંતુ જે રીતે સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવવામાં આવ્યા છે, તે પછી તમને થોડી શંકા પણ થશે.

શ્રેણીનો આધાર એ હતો કે કેવી રીતે એક સુપરકોપ અન્ય લોકો માટે પ્રપંચી લાગતા ખૂનીને શોધી કાઢે છે. આ બધી બાબતો શ્રેણીને વધુ મનોરંજક બનાવે છે. વાર્તા પણ સુધાંશુ શર્મા, દીપક દાસ, શ્રીનિવાસ અબરોલ અને શુભમ શર્માએ લખી છે. જો કે ફિલ્મની વાર્તા થોડી સુસ્ત છે, જે લાંબી ખેંચાણને કારણે તૂટવી પણ બોજારૂપ લાગે છે.

અભિનય

કુણાલ ખેમુએ તેની પ્રથમ બે સિઝનની જેમ આ સિરીઝમાં પણ જોરદાર અભિનય કર્યો છે. જો કે અભિનયની વાત કરીએ તો અનંત તરીકે વિજય રાજે કુણાલ ખેમુને ટક્કર આપી છે. અનંતનો મુકાબલો કરતા પહેલા અભયને હરલીન (દિવ્યા અગ્રવાલ) અને તેના બોયફ્રેન્ડ (કબીર)નો સામનો કરવો પડે છે. જેઓ સોશિયલ મીડિયા NRI સ્ટાર્સ હોય છે. સાથે જ આશા નેગીએ પણ કિલર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય રાહુલ દેવે દરેક વખતે સાબિત કર્યું છે કે તે ખૂબ જ સારો વર્સેટાઈલ એક્ટર છે અને તેની જોરદાર એક્ટિંગ આ સિરીઝમાં પણ જોવા મળી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Upcoming Web Series & Films: એપ્રિલમાં OTT પ્લેટફોર્મ પર આવી રહી છે ફિલ્મ અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો:  Web Series: ‘All Of Us Are Dead’નો ધમાલ: આ વેબ સિરીઝમાં શું ખાસ છે? જાણો માત્ર 5 પોઈન્ટમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">