Forex Reserves: વિદેશી મુદ્રા ભંડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 1 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટ્સ (Foreign Currency Assets)માં થયેલા ઘટાડાને કારણે થયો હતો,

Forex Reserves: વિદેશી મુદ્રા ભંડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:06 AM

વૈશ્વિક દબાણને કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves)માં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. 1 એપ્રિલ 2022ના રોજ પૂરા થતા સપ્તાહમાં આ રેકોર્ડ 11.173 અબજ ડોલર ઘટીને 606.475 અબજ ડોલર થઈ ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. અગાઉ 25 માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.03 અબજ ડોલર ઘટીને 617.648 અબજ ડોલર પર આવી ગયું હતું. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 18 માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.597 અબજ ડોલર ઘટીને 619.678 અબજ ડોલર થઈ ગયું હતું. અગાઉ 11 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં તે 9.646 અબજ ડોલર ઘટીને 622.275 અબજ ડોલર પર આવી ગયું હતું.

FCA માં 10.727 અબજ ડોલરનો ઘટાડો

આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 1 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટ્સ (Foreign Currency Assets)માં થયેલા ઘટાડાને કારણે થયો હતો જે કુલ કરન્સી રિઝર્વનો નોંધપાત્ર હિસ્સો છે. છે. રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA 10.727 અબજ ડોલર ઘટીને 539.727 અબજ ડોલર થયું છે. ડૉલરમાં નામાંકિત એફસીએ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો પણ સમાવેશ કરે છે.

ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો

આ સિવાય રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 507 મિલિયન ડોલર ઘટીને 42.734 અબજ ડોલર થયું છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં દેશનો SDR(Special Drawing Rights) 58 મિલિયન ડોલર વધીને 18.879 અબજ ડોલર થઈ ગયો છે. IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર 4 મિલિયન ડોલર વધીને 5.136 અબજ ડોલર થયું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

RBI એ નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટને 4% પર યથાવત રાખ્યો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI Monetary Policy) પોલિસી દરોને 4% પર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ સંકટની આ સ્થિતીમાં રેપો રેટને 4% પર યથાવત રહ્યો છે,આ સમયે રિઝર્વ બેન્ક સામે ઘણા પડકારો છે. મોંઘવારી સતત વધી રહી છે, રશિયા-યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલ (Crude oil price)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે, વિકાસ દર દબાણ હેઠળ છે, યુએસ ફેડરલ રિઝર્વ મોંઘવારી (Inflation) પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, આ સિવાય આયાત બિલમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  દેશમાં વ્યક્તિગત અને કંપનીઓની કરપાત્ર આવકમાં વધારો, Tax to GDP Ratio 21 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો

આ પણ વાંચો : IPO : UPI થી IPO માં કેટલું રોકાણ કરી શકાય? જાણો નિયમમાં ફેરફાર બાદ શું પડશે અસર

g clip-path="url(#clip0_868_265)">