Web Series: ‘All Of Us Are Dead’નો ધમાલ: આ વેબ સિરીઝમાં શું ખાસ છે? જાણો માત્ર 5 પોઈન્ટમાં
Web Series 'All Of Us Are Dead': આ દિવસોમાં કોરિયન વેબ સીરિઝ 'All Of Us Are Dead'ની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ કરવામાં આવી છે.
Web Series ‘All Of Us Are Dead’: છેલ્લા બે વર્ષમાં કોરોનાના સમયગાળા દરમિયાન વેબ સિરીઝની ઘણી માંગ છે. ઘણી વેબ સિરીઝ જોવા મળી અને દરરોજ નવી વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ દિવસોમાં કોરિયન વેબ સિરીઝ ‘All Of Us Are Dead‘ની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે, જેને આખી દુનિયામાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. 28 જાન્યુઆરી, 2022ના રોજ Netflix પર રીલિઝ થયેલી ઝોમ્બિઓ સામે શાળાના વિદ્યાર્થીઓની લડાઈની વાર્તા જણાવતી આ શ્રેણીમાં શું ખાસ છે, ચાલો જાણીએ માત્ર પાંચ મુદ્દાઓ-
1. વેબ સિરીઝની વાર્તા
જો કે ભૂતકાળમાં ઝોમ્બી પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ કોરિયન વેબ સિરીઝનો એન્ગલ અને આખી વાર્તા અલગ છે. આ વેબ સિરીઝ નેવર વેબટૂન પર આધારિત છે. ‘Now at Our School’ Joo Dong Geun દ્વારા લખાયેલી છે. જે 2009 અને 2011માં પ્રકાશિત થઈ હતી. પ્રથમ વખત શાળાના બાળકો સાથે ઝોમ્બીની લડાઈ બતાવવામાં આવી છે.
2. ભાવનાત્મક જોડાણ
અત્યાર સુધી ઝોમ્બી પર બનેલી ફિલ્મોમાં આપણને માત્ર ખુંખાર, એક્શન જ જોવા મળ્યા છે, પરંતુ આ પહેલી આવી વેબ સિરીઝ છે. જેમાં લાગણીનો ભરપૂર સ્વાદ ચાખવામાં મળી રહેશે. આ શ્રેણી ઝોમ્બિઓ કરતાં મિત્રતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સમગ્ર એપિસોડ દરમિયાન બધાને આકર્ષિત રાખે છે.
3. Untrained બાળકોની ઝોમ્બિઓ સામે જંગ
આપણે ઘણી વખત આવી ફિલ્મોમાં જોયું છે કે ઝોમ્બિઓ સાથે લડાઈ કરવા માટે એક મજબૂત પાત્રની જરૂર હોય છે, પરંતુ અહીં શાળાના બાળકોને ઝોમ્બિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિશે કોઈ ખ્યાલ નથી. તેમ છતાં શ્રેણીમાં શાળાના બાળકોનું જૂથ ઝોમ્બિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે આ શ્રેણીમાં બતાવ્યું છે.
4. રોમાંચ અને ટ્વિસ્ટથી ભરપૂર
આ સિરીઝ 12 એપિસોડમાં બનાવવામાં આવી છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે જોયા પછી પણ તમને પણ સંતોષ નહીં થાય. તેનો અર્થ એ છે કે તમે જાતે જ જાણી શકો છો કે આ સિરીઝ કેટલી દમદાર બની છે. દરેક એપિસોડમાં એક આકર્ષક રોમાંચક અને ટ્વિસ્ટ હોય છે. જે તમને દરેક અન્ય એપિસોડ જોવા માટે ઉત્સાહિત કરે છે. જ્યારે તમે છેલ્લા એપિસોડમાં હોવ ત્યારે તમે થોડાક ઉદાસ થશો. કારણ કે તમને લાગશે કે કદાચ હજી પણ આગળ થોડા એપિસોડ હોત તો સારું.
5. બીજી સૌથી લોકપ્રિય કોરિયન શ્રેણી
જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ‘All Of Us Are Dead’ નેટફ્લિક્સની બીજી સૌથી લોકપ્રિય કોરિયન શ્રેણી બની છે. જેથી તમે અનુમાન કરી શકો કે તેની કેટલી માંગ હશે. અગાઉ ગયા વર્ષે સ્ક્વિડ ગેમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ ‘All Of Us Are Dead’ની ચર્ચા બધે જ થઈ રહી છે.
આ પણ વાંચો: Web Series: આ અઠવાડિયે OTT પર મળશે ધમાકેદાર મનોરંજન, જાણો કઇ કઇ સીરીઝ થઇ રિલીઝ
આ પણ વાંચો: Movies And Series Releasing Today : ‘સૂર્યવંશી’થી લઈને ‘નો મીન્સ નો’ સુધી આ ફિલ્મો આજે થઇ રહી છે રિલીઝ