ભાજપ નેતાએ બિગ બોસ સ્પર્ધક નીલમ ગિરી માટે વોટ માંગ્યા, લોકોએ ટ્રોલ કર્યા જુઓ વીડિયો
ભોજપુરી સ્ટાર અને ભાજપ નેતા દિનેશ લાલ યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ભાજપના નેતાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં નિરહુઆએ ચાહકોને બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી અને રિયાલિટી શો ‘બિગ બોસ 19’ માટે વોટ કરવાની અપીલ કરી હતી, પરંતુ વીડિયોને કારણે, તેમનો સંદેશ અલગ રીતે વાયરલ થયો અને તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં નિરહુઆ હેલિકોપ્ટરમાં બેસેલો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું નમસ્તે અને પ્રણામ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મત આપો. તેમણે બિહારની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને વોટ આપવાની વાત કરી હતી. ત્યારબાદ નીલમ માટે વોટ માંગ્યા હતા. તેમણે કહ્યું કે, નીલમ ગિરીને વોટ આપો. તે નોમિનેટ થઈ ગઈ છે. તમે એક વખત 99 વોટ આપી શકો છો.
આ વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર નેતા અને અભિનેતાને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. નિરહુઆએ બિહારની વિધાનસભાની ચૂંટણીની વાત કરતા અચાનક રિયાલિટી શો માટે એક સ્પર્ધકને વોટ કરવાની અપીલ કરી હતી.આ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરી રહ્યા છે કે રાજકીય ચૂંટણીઓની વાત કરતી વખતે, નિરહુઆએ અચાનક રિયાલિટી શોમાં મતદાન માટે આટલી લાંબી અપીલ કેમ કરી છે.
View this post on Instagram
બિહારની વિધાનસભાની ચૂંટણી
બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 243 બેઠકોનો સમાવેશ થશે. ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કો 6 નવેમ્બરે અને બીજો તબક્કો 11 નવેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર અને બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
બિગ બોસ 19 હાલમાં ખુબ ચર્ચામાં
તેમજ બિગ બોસ 19 હાલમાં ખુબ ચર્ચામાં છે. બોલિવુડ અભિનેતા સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. નીલમ ગિરી આ વખતે શોની સ્પર્ધક છે. તેમના સિવાય ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અશનુર કૌર અને અભિષેક બજાજા નોમિનેટ છે. બિગ બોસની આ સીઝન જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી બંન્ને પ્લેટફોર્મ પર પ્રસારિત થાય છે.’વીકેન્ડ કા વાર’ પર ખબર પડશે કે આ શોમાં કોને લોકો તરફથી સૌથી ઓછા વોટ મળ્યા છે. તેમજ કોણ આ વખતે બિગ બોસના ઘરમાંથી બહાર થશે.
