AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગોપી વહુએ પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માગ કરી અને કહ્યું, “કાઉન્ટડાઉન શરૂ

શ્વેતા તિવારી બાદ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યે પણ પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, તેમણે પોસ્ટ કરી હતી કે શુભ કાર્યમાં વિલંબ ન થવો જોઈએ. તેમણે પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામા પર સવાલ ઉઠાવ્યા હતા.

Breaking News : ગોપી વહુએ પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માગ કરી અને કહ્યું, કાઉન્ટડાઉન શરૂ
| Updated on: Jul 27, 2026 | 10:35 AM
Share

ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાએ એક મિસાલ સ્થાપિત કરી છે અને પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ પ્રધાનોને પણ રાજીનામું આપવાની ફરજ પડી છે.

યુઝરે રાજકારણ નેતાઓ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને પણ ટેગ કર્યું અને તેના પર ટિપ્પણી કરી છે. યુઝરે કહ્યું હવે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. તો તેમણે એક મિસાઈલ કાયમ કરી છે. જેમાં પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓ પાસે રાજીનામાનો રસ્તો સ્પષ્ટ થયો છે. તો ચાલો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની પોતાની વાતનું સન્માન કરીએ.

દેવોલીનાએ શિક્ષણ મંત્રી પાસે રાજીનામું માંગ્યું

આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા દેવોલીનાએ લખ્યું ઉલ્ટી ગિનતી શરુ હો ગઈ હૈ, શુભ કામમે ઔર દેરી નહી હોની ચાહિએ. આને અપનાવો અને રાજીનામું આપી દો. હાલમાં શ્વેતા તિવારીએ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રિએક્ટ કર્યું હતુ.

શ્વેતા તિવારીએ સવાલો ઉઠાવ્યા

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સીજેપી નેતા અભિજીત દીપકેનો એક વીડિયો શરે કર્યો છે. ક્લિપમાં દિપકે કહેતો સાંભળવા મળી રહ્યો કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા પછી તે કોઈ પણ આવા કેબિનેટ મંત્રીના રાજીનામાની માંગ કરી શકે છે. જેમણે સારું પ્રદર્શન કર્યું ના હોય. આને રીશેર કરતા ,કસૌટી જિંદગી કીની અભિનેત્રીએ લખ્યું હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે. અને કોકરોચ જનતા પાર્ટી તમે ત્યાં ક્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને જાહેર પ્રદર્શનો પછી, ધર્મેન્દ્ર પ્રધાને 25 જૂને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. NEET-UG પેપર લીક વિવાદ સહિત પરીક્ષા પ્રણાલીમાં કથિત ખામીઓ પર વિરોધીઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. જંતર-મંતર પર વિરોધીઓ સામે પોલીસ કાર્યવાહીના થોડા દિવસો પછી તેમનું રાજીનામું આવ્યું, જેની વ્યાપક ટીકા થઈ હતી.

જિમ ટ્રેનર સાથે લગ્ન કર્યા, 1 દીકરાની માતા, ટીવીની સંસ્કારી વહુનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">