AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બબીતાજીને બચાવવા જેઠાલાલે ફિલ્મી સ્ટાઈલમાં કરી એન્ટ્રી, જુઓ Video

ટીવીનો સૌથી ફેમસ શોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક સીન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જેઠાલાલ અને બબીતાજીનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો.

બબીતાજીને બચાવવા જેઠાલાલે ફિલ્મી સ્ટાઈલમાં કરી એન્ટ્રી, જુઓ Video
| Updated on: Sep 18, 2026 | 8:23 AM
Share

ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો પણ ભરપુર મનોરંજન કરે છે. શોમાં જેઠાલાલ અને બબીતા જીની કેમિસ્ટ્રી હંમેશા લોકોની પસંદગી રહી છે. હવે હાલમાં મેકર્સે શોના લેટેસ્ટ એપિસોડની એક ફની ક્લીપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ વીડિયો જોઈ ખુબ હસી રહ્યા છે.

વાયરલ થયો વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયો ક્લીપમાં જોઈ શકાય છે કે, બબીતાજી ટેબલની પાસે કાંઈ કામ કરતી હોય છે. તો જેઠાલાલ પોતું મારતો હોય છે. જેનાથી ફ્લોર ખૂબ લપસણો થઈ જાય છે. આ દરમિયાન બબીતાજીનો પગ લપસી જાય છે અને તે સંતુલન ગુમાવે છે.

જેઠાલાલની હીરો એન્ટ્રીએ ધુમ મચાવી

બબીતાજી લપસે ત્યારે જેઠાલાલ કાંઈ પણ વિચાર્યા વગર આગળ આવી જાય છે. બબીતાજીને જમીન પર પડતા બચાવી લે છે. બંને વચ્ચે આ દરમિયાન એક ફિલ્મી સીન થઈ જાય છે. આ દરમિયાન બબીતાજી થોડી ડરી જાય છે. જેઠાલાલાનો આભાર માને છે. તેમજ કહે છે કે, જો તમે ન હોત તો તેને ખુબ ઈજા થઈ શકતી હતી.

View this post on Instagram

બબીતાજીને બચાવ્યા પછી જેઠાલાલ બબીતાજીના ખબર અંતર પુછે છે. અને તેને આરામથી બેસવાનું કહે છે. બબીતાજી કહે છે કે, તે બહાર જઈને દીવો રાખી આવે પછી પોતું મારશે. જેના પર જેઠાલાલ પોતાની ફની સ્ટાઈલમાં બોલે છે. બબીતાજી તમે પોતું કેવી રીતે કરી શકશો. ત્યારબાદ બંને નિર્ણય લે છે કે, બબીતાજી દિવો બહાર રાખવા જશે અને જેઠાલાલ પોતું કરશે. આ બધું ત્યારે થાય છે. જ્યારે ઘરમાં દયાબેન હોતા નથી.

ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો

જેવી રીતે બબીતાજી દિવાની થાલી લઈ બહાર આવે છે. જેઠાલાલ હાથ જોડી ભગવાનનો આભાર માને છે. મેકર્સે દ્વારા પોસ્ટ કરેલા આ વીડિયો ક્લિપને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ચાહકો જેઠાલાલની ટાઈમિંગ અને એકસપ્રેસનના વખાણ કરી રહ્યા છે.

પોરબંદરમાં જન્મેલા જેઠાલાલના રિયલ પરિવારને મળો, માતા અને ભાઈ છે ખુબ નજીક અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">