AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં 32 જિલ્લામાં મેઘમહેર, 151 તાલુકામાં વરસાદ, માળિયામાં 131 મીમી

Gujarat Rainfall Update : સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વર્તમાન ચોમાસામાં, ગુજરાત રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 85.79 ટકા સુધી પહોંચી ગયો છે. સરદાર સરોવર નર્મદા બંધ સહિત રાજ્યના અનેક બંધમાં નવા નીરનો સંગ્રહ થવા પામ્યો છે.

Breaking News : છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં 32 જિલ્લામાં મેઘમહેર, 151 તાલુકામાં વરસાદ, માળિયામાં 131 મીમી
| Updated on: Sep 18, 2026 | 8:27 AM
Share

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધી રાજ્યના 32 જિલ્લાના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 131 મીમી નોંધાયો છે.

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 85.79 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ?

ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 85 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112 ટકા વરસાદ નોંધાયો છે. આ આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં વધુ રહ્યો છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

44 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન તાલુકાવાર વરસાદની સ્થિતિ પણ નોંધપાત્ર રહી છે. અત્યાર સુધીમાં 5થી 10 ઈંચ વરસાદ 13 તાલુકામાં, જ્યારે 10થી 20 ઈંચ વરસાદ 80 તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત 20થી 40 ઈંચ વરસાદ 131 તાલુકામાં નોંધાયો છે. રાજ્યના 44 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આમ, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ચાલુ ચોમાસામાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 85.79 ટકા સુધી પહોંચી ગયો છે.

18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો તોફાની વરસાદ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">