Tanushree Dutta Birthday: ગ્લેમરસ અભિનેત્રીથી સન્યાસિન સુધીની સફર, વાંચો કઈ રીતે કર્યું પુનરાગમન

Tanushree Dutta Birthday: બોલિવૂડની હોટ એક્ટ્રેસ તનુશ્રી દત્તા આજે તેમનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. તેમના જન્મદિવસ પ્રસંગે, અમે તમને તેના જીવનમાં ઉતાર-ચઢાવની વાતો વિશે જણાવીશું.

Tanushree Dutta Birthday: ગ્લેમરસ અભિનેત્રીથી સન્યાસિન સુધીની સફર, વાંચો કઈ રીતે કર્યું પુનરાગમન
Tanushree Dutta
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 19, 2021 | 10:56 AM

Tanushree Dutta Birthday: ફિલ્મ ‘આશિક બનાયા આપને’ (Aashiq Banaya Aapne) થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી હોટ એક્ટ્રેસ તનુશ્રી દત્તા (Tanushree Dutta) ને નથી ઓળખતુ. તેમની હોટનેસ પર લોકો હજી પણ ફિદા છે. તનુશ્રી આજે તેમનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે.

તાજેતરમાં જ તેણી સ્લીમ ફીટ બનીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ આશ્ચર્યજનક પરિવર્તન પહેલા અભિનેત્રી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં આવી ગઈ હતી કે તેમણે તેને દૂર કરવા માટે સન્યાસીનું જીવન પણ અપનાવ્યું હતું. તેમના જન્મદિવસ પ્રસંગે અમે તમને તનુશ્રીના જીવન સાથે જોડાયેલા આવા જ કેટલાક પળો વિશે જણાવીશું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિસ ઇન્ડિયાથી આધ્યાત્મિકતા સુધીની સફર

તનુશ્રી દત્તા બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. આ બંગાળી બાલાની સુંદરતાના લોકો હજી પણ ફેન છે. તેથી જ તો તનુશ્રીએ વર્ષ 2003 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી, તે સતત મોડેલિંગમાં સક્રિય છે. તેમને ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી બોલિવૂડમાં ઓળખ મળી. આમાં તેમણે અભિનેતા ઇમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરી હતી. પરંતુ બાદમાં તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. તેનાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ. તે અચાનક ફિલ્મ ઉદ્યોગથી ગાયબ થઈ ગઈ અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. આ માટે તે લદાખ ગઈ હતી.

અહીં જુઓ તનુશ્રી દત્તાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટાઓ

એક પુસ્તકમાંથી પ્રેરણા મળી

તનુશ્રીએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. પછી તેમને સદગુરૂ નું એક પુસ્તક મળ્યુ. તે વાંચતી હતી. તેમાં લખેલી ચીજોએ તેમને ખૂબ પ્રેરણા આપી કે તેમણે આખું પુસ્તક માત્ર અઢી કલાકમાં વાંચી લીધું. ત્યારથી, તેમના મનમાં આધ્યાત્મિકતાને જાણવાની વધુ ઇચ્છા થઈ હતી. 2010 માં, તેમના એક મિત્રે તેને કોઈમ્બતુરમાં બંધાયેલા આશ્રમ વિશે કહ્યું. જ્યાં તે ગઈ અને વસ્તુઓ નજીકથી સમજી. અભિનેત્રી કહે છે કે અહીં તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

વાળ મુંડાવાનો નિર્ણય મુશ્કેલ હતો

અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આશ્રમમાં રહીને વિપશ્યનાં વિશે શીખી હતી. આ સંબંધમાં તે લદાખ પણ ગઈ હતી. તે ઘણી સ્ત્રી સન્યાસીને મળી. જે બાદ તેમણે વાળ મુંડાવાનું નક્કી કર્યું. જોકે તે એટલું સરળ નહોતું. કારણ કે જ્યારે તેની માતાએ તેમને આવા વાળ વિના જોયું ત્યારે તે ખૂબ જ દુ:ખી થઈ હતી. આટલું જ નહીં, અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે તેમણે પોતાની જાતને પહેલીવાર અરીસામાં જોયું ત્યારે તે પણ પોતાને જોઈને ડરી ગઈ હતી.

મનમાં સકારાત્મકતાથી જીવન બદલાઈ ગયું

અભિનેત્રીએ આશ્રમમાં રહીને પોતાને સમજી અને ઓળખી લીધી. અહીંથી તેમના જીવનમાં ઘણા ફેરફારો થયા. તેમનો દૃષ્ટિકોણ ખૂબ જ સકારાત્મક બન્યો. અહીંથી, તેમણે ફરીથી સામાન્ય જીવનમાં પાછા ફરવાનું નક્કી કર્યું. જો કે, તે પછી, તેના શરીરને બદલવાને બદલે, તેમણે મન બદલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ધીરે ધીરે પોતાની જાત પર નિયંત્રણ મેળવવાથી તે પોતાનો મેકઓવર કરવામાં પણ કામયાબ બની હતી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">