AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૂધ માંગોગે તો ખીર દેંગે….21 વર્ષ બાદ સની દેઓલની ફિલ્મ “મા તુજે સલામ”ની બનશે સિક્વલ, પોસ્ટર રિલીઝ

સની દેઓલ અભિનીત ફિલ્મ 'મા તુઝે સલામ' સિક્વલના ઘોષણા કરનાર પોસ્ટર પર શીર્ષક, ત્રિરંગો અને 'મા તુઝે સલામ'નો ફેમસ ડાયલોગ 'દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો લાહોર ભી છીન લેંગે' લખેલું છે.

દૂધ માંગોગે તો ખીર દેંગે....21 વર્ષ બાદ સની દેઓલની ફિલ્મ મા તુજે સલામની બનશે સિક્વલ, પોસ્ટર રિલીઝ
Sunny Deol Maa Tujhe Salaam 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 1:50 PM
Share

Maa Tujhe Salaam’ sequel: ‘ગદર 2’ની સફળતા બાદ સની દેઓલ લાઈમલાઈટમાં છે. તે 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ ગદર 2 બનતા દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ રિસ્પોન્સ જોઈને હવે મેકર્સ સિક્વલ તરફ દોડી રહ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે ‘ગદર 2’ પછી સની તેની હિટ ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ ‘બોર્ડર 2’માં પણ જોવા મળશે. ત્યારે હવે વધુ એક ફિલ્મ ‘મા તુજે સલામ’ વિશે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જબરદસ્ત પોસ્ટર સાથે આ સિક્વલની જાહેરાત કરવામાં આવી છે.

મા તુજે સલામ’ના સિક્વલની જાહેરાત

સની દેઓલ અભિનીત ફિલ્મ ‘મા તુઝે સલામ’ સિક્વલના ઘોષણા કરનાર પોસ્ટર પર શીર્ષક, ત્રિરંગો અને ‘મા તુજે સલામ’નો ફેમસ ડાયલોગ ‘દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો લાહોર ભી છીન લેંગે’ લખેલું છે.

ગદર 2 ની સફળતા પછી, બધા અનુમાન લગાવી રહ્યા છે કે સની પાજીએ બોક્સ ઓફિસ પર કમબેક કર્યું છે. તે બીજી ઘણી ફિલ્મોમાં પણ દેખાઈ શકે છે, આ ચર્ચા વચ્ચે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને ફિલ્મ મા તુજે સલામ પાર્ટ 2 નું પોસ્ટર રિલીઝ કર્યું છે. મા તુજે સલામ પાર્ટ 2 તિરંગાના રંગમાં પોસ્ટર પર લખવામાં આવ્યું છે, સાથે જ ફિલ્મનો નવો ડાયલોગ લખવામાં આવ્યો છે. જો કે આ પોસ્ટર જોયા બાદ ચાહકો ફિલ્મમાં સની દેઓલની હાજરી વિશે અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. માત્ર એક પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે.

મા તુજે સલામમાં સ્ટાર કાસ્ટ

વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મા તુજે સલામ’માં સની દેઓલ ઉપરાંત અરબાઝ ખાન અને તબ્બુ પણ લીડ રોલમાં હતા. સિક્વલની કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સની દેઓલ ચોક્કસપણે જોવા મળશે.

સિક્વલને લઈને શું છે સની પાજીની પ્રતિક્રિયા

આ બધી બાબતોની વચ્ચે સની દેઓલે પણ પોતાની વાત રાખી છે, તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મારા વિશે એવી ચર્ચા ચાલી રહી છે કે મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે, પરંતુ તમને જણાવી દઈએ કે મેં હજુ સુધી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. તમામ ધ્યાન ગદર 2 પર છે. હું તેનો આનંદ માણી રહ્યો છું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">