65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથા લગ્ન કર્યા છે. સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફરીથી લગ્ન કરતો જોવા મળી રહ્યો છે.
બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથા લગ્ન કર્યા છે. સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફરીથી લગ્ન કરતો જોવા મળી રહ્યો છે.
અહીં વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે સંજય દત્તે તેની જ પત્ની માન્યતા દત્ત સાથે ફરી એકવાર સાત ફેરા લીધા છે. વીડિયોમાં સંજય દત્ત માન્યતા દત્તનો હાથ પકડેલો જોવા મળે છે. સંજય દત્તના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો સંજય દત્તને ફરીથી લગ્ન કરવા બદલ સતત અભિનંદન આપી રહ્યા છે.
@duttsanjay and @maanayata_dutt renew their vows in a heartwarming viral video, taking saath pheri once again to celebrate their love. #sanjaydutt #maanayatadutt #weddingvows #viralvideos pic.twitter.com/dCZEkLQExv
— Masala! (@masalauae) October 9, 2024
સંજય દત્તે કર્યા ચોથીવાર લગ્ન !
અહીં રસપ્રદ વાત એ છે કે સંજય દત્તે માન્યતા દત્ત સાથે તેમના ઘરે લગ્ન કર્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સંજય દત્ત ઓરેન્જ કલરના કુર્તા પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. માન્યતા દત્તા સિમ્પલ સૂટમાં જોવા મળી રહી છે. સૌપ્રથમ સંજય દત્ત અને માન્યતા દત્તે હવન કર્યો હતો. જે બાદ સંજય અને માન્યતા દત્ત ફેરા લેતા જોવા મળ્યા હતા. સંજય દત્ત અને માન્યતા દત્તની આ સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું છે.
અગાઉના બે લગ્ન લાંબાના ટકી શકયા
તમને જણાવી દઈએ કે સંજય દત્ત અને માન્યતા દત્તના લગ્ન વર્ષ 2008માં થયા હતા. સંજય દત્ત અને માન્યતા દત્તના લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. જે બાદ વર્ષ 2010માં સંજય દત્ત અને માન્યતા દત્ત જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. સંજય દત્ત અને માન્યતા દત્તના બાળકોના નામ શાહરાન અને ઇકરા છે.
સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. રિચાનું મૃત્યુ બ્રેઈન ટ્યુમરના કારણે થયું હતું. જે બાદ સંજય દત્તે એર હોસ્ટેસ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. સંજય દત્તના આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં.