Salman Khanએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ પર કર્યું ટ્વીટ, ઐશ્વર્યા રાયનું નામ મિસિંગ જોઈને યુઝર્સે અપાવી યાદ

18 જૂને આ ફિલ્મે 22 વર્ષનો શાનદાર સફર પૂર્ણ કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી યાદો અને તસ્વીરો ફિલ્મના કલાકારો અને ચાહકો શેર કરી રહ્યા છે.

Salman Khanએ 'હમ દિલ દે ચૂકે સનમ' પર કર્યું ટ્વીટ, ઐશ્વર્યા રાયનું નામ મિસિંગ જોઈને યુઝર્સે અપાવી યાદ
Aishwarya Rai Bachchan, Salman Khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 18, 2021 | 8:49 PM

સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (Hum Dil De Chuke Sanam)એ હિન્દી સિનેમાની આઈકોનિક ફિલ્મોમાં સામેલ છે. સલમાન ખાન (Salman Khan)ની કારકિર્દીની પણ આ ખૂબ યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તે જ સમયે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની સુંદરતા અને અભિનયે ફિલ્મની સફળતામાં યોગદાન આપ્યું. અજય દેવગણ (Ajay Devgan)ની કારકિર્દીની પણ આ બેસ્ટ પરફોર્મેન્સમાંની એક માનવામાં આવે છે. 18 જૂને આ ફિલ્મે 22 વર્ષનો શાનદાર સફર પૂર્ણ કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી યાદો અને તસ્વીરો ફિલ્મના કલાકારો અને ચાહકો શેર કરી રહ્યા છે.

સલમાન ખાને ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે પોતાની એક તસ્વીર શેર કરી અને લખ્યું – 22 વર્ષ થઈ ગયા હમ દિલ દે ચૂકે સનમ ને. ત્યારબાદ તેમણે અજય દેવગણ અને ભણસાલી પ્રોડક્શન્સને ટેગ કર્યા હતા, જ્યારે સંજય લીલા ભણસાલીને મેન્શન ન કર્યાં કારણ કે તે ટ્વીટર પર નથી. આ ટ્વીટમાં સલમાને ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારબાદ ઘણા ચાહકોએ તેમને તેના વિશે પૂછ્યું.

સલમાનના ટ્વીટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ મિસિંગ જોઈને ઘણા ચાહકોએ તેમને ટ્વીટ કરીને આ વિશે પૂછ્યું. એક ચાહકે લખ્યું છે કે ઐશ્વર્યાના અભિનયની આ ફિલ્મમાં સૌથી વધારે પ્રશંસા કરવામાં આવી હતી. તમે તેનું નામ ભૂલી ગયા છો. તમે ચાહકો અને ફોલોઅર્સની આ ટ્વીટ્સ નીચે જોઈ શકો છો.

ઘણા ચાહકોએ ઐશ્વર્યા અને સલમાનની જોડીની પ્રશંસા કરતા ટ્વીટ પણ કર્યા છે. બીજી તરફ અજય દેવગણે પણ ફિલ્મને યાદ કરીને ટ્વીટ કરી હતી. તેમણે સલમાન, સંજય અને એશ સાથેની તસવીરો પણ શેર કરી હતી. અજયે લખ્યું – હમ દિલ દે ચૂકે સનમના 22 વર્ષ. સલમાન, સંજય, એશ અને હું જાણતા હતા કે અમે ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ બનાવી રહ્યા છીએ, પરંતુ તે જાણતા ન હતા કે તે ઇતિહાસ રચશે.

https://twitter.com/ajaydevgn/status/1405759744850026504

અજયે પહેલા પોતાના ટ્વીટમાં ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ઉલ્લેખ કર્યો છે. આ પછી તેમણે સલમાનને ટેગ કર્યા છે અને ત્યારબાદ ભણસાલીને મેન્શન કરીને તેમના પ્રોડક્શન હાઉસને ટેગ કર્યા છે. તમને જણાવી દઈએ કે, સલમાન અને ઐશ્વર્યા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. બંનેના સંબંધોની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. જો કે, થોડા વર્ષો પછી બંનેનું બ્રેકઅપ થયું હતું, જેણે તે દરમિયાન મીડિયામાં હેડલાઈન્સ બનાવી હતી. સલમાન અને ઐશ્વર્યાના સંબંધ આ પછી સામાન્ય થયા ન હતા.

અહીં એ પણ નોંધનીય છે કે, તેમની કારકિર્દીની આઈકોનિક ફિલ્મ હોવા છતાં ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે કંઈ લખ્યું નથી. એશ ટ્વીટર પર તો નથી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર છે, જ્યાં તેમણે હજી સુધી આ ફિલ્મ વિશે કોઈ પોસ્ટ કર્યું નથી.

આ પણ વાંચો: Akshay-Twinkleના લગ્નમાં વીડિયોગ્રાફર હતા Aamir Khan!, જુઓ આ Unseen Photos

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">