Mission Majnu Review: નબળી સ્ક્રિપ્ટ, સિદ્ધાર્થ અને રશ્મિકાની જોરદાર એક્ટિંગ, વાંચો મૂવી રિવ્યૂ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂ (Mission Majnu Review) નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. દેશભક્તિની આ ફિલ્મમાં સિદ્ધાર્થે પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં અંધ પ્રેમિકાના રોલમાં રશ્મિકાની એક્ટિંગ પણ જોવાલાયક છે. ફિલ્મમાં બીજું શું ખાસ છે, તે રિવ્યુ દ્વારા જાણો.

Mission Majnu Review: નબળી સ્ક્રિપ્ટ, સિદ્ધાર્થ અને રશ્મિકાની જોરદાર એક્ટિંગ, વાંચો મૂવી રિવ્યૂ
Mission Majnu Movie ReviewImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 6:31 PM

Mission Majnu Review: સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાં એક પ્રોમોસિંગ એક્ટર તરીકે ઉભરીને સામે આવ્યો છે. તેની ફિલ્મ શેરશાહ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, આ ફિલ્મ દેશના શહીદ અને પરમવીર ચક્રથી સન્માનિત વિક્રમ બત્રાના જીવન પર આધારિત હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી અને લોકો આ ફિલ્મ સાથે ઈમોશનલી જોડાય ગયા હતા. હવે સિદ્ધાર્થ ફરી એકવાર સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ મિશન મજનૂ લઈને આવ્યો છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. તો જાણો કે પ્રોડક્શન, ડાયરેક્શન અને એક્ટિંગના મામલે કેવી છે સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મ.

શું છે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મની સ્ટોરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અમનદીપ અજીતપાલ સિંહના રોલમાં જોવા મળે છે, જે એક ભારતીય જાસૂસ છે. આ ફિલ્મમાં તે પાકિસ્તાનમાં એક ઢોંગી બનીને રહે છે. તે દરજીનું કામ કરે છે અને પડોશી દેશમાં બનતા ષડયંત્રો અને ઘટનાઓ પર ચાંપતી નજર રાખે છે. આ સાથે ફિલ્મમાં તે પાકિસ્તાનમાં બનતા પરમાણુ પરીક્ષણને લઈને પણ તે નજર રાખે છે. આ દરમિયાન અમનદીપના પર્સનલ લાઈફમાં તેને પ્રેમ થાય છે. તે નાસરીન નામની અંધ છોકરીના પ્રેમમાં પડે છે. નાસરીન સાથેનો પ્રેમ અને પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ, તેની આસપાસ ફરે છે આ ફિલ્મની સ્ટોરી.

કેવી છે એક્ટિંગ?

આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી જોરદાર છે. સિદ્ધાર્થે પોતાની એક્ટિંગથી ફરી એકવાર સાબિત કર્યું છે કે તેની પાસે ટેલેન્ટ છે અને તેને ઉજાગર કરવા માટે તેને માત્ર એક સારી સ્ક્રિપ્ટની જરૂર છે. આ ફિલ્મમાં તેને તેનું 100 ટકા પર્ફોમન્સ આપ્યું છે. જોવામાં આવે તો રશ્મિકાએ પણ આમાં તેનો પૂરો સાથ આપ્યો છે. સારિબ હાશિમી અને કુમુદ મિશ્રાએ પણ રો એજન્ટ તરીકે સારી ભૂમિકા ભજવી છે. બંને સારા કલાકારો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો : Chhatriwali Review : રકુલ પ્રીત સિંહની ફિલ્મ છત્રીવાલીમાં શું છે ખાસ, પહેલા વાંચો રિવ્યુ

કેવું છે ફિલ્મનું ડાયરેક્શન?

20 જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન શાંતનુ બાગચી દ્વારા કરવામાં આવ્યું છે. રોની સ્ક્રુવાલા, ગરિમા મહેતા અને અમર બુટાલા આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર છે. ફિલ્મના નિર્દેશનની વાત કરીએ તો તેણે ખૂબ જ સારું નિર્દેશન કર્યું છે. તેની સ્ક્રિપ્ટને વધુ મજબૂત બનાવી શકાઈ હોત. ફિલ્મના ઘણા નાના પાસાઓ પર ધ્યાન આપી શકાયું હોત. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખાસ કરીને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાંથી બનાવવામાં આવી છે. પરંતુ દેશભક્તિના અવસર પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">