AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss USA 2019 : ચેલ્સિયા ક્રિસ્ટે 60 માળની ઈમારત પરથી કૂદીને કરી આત્મહત્યા, મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ શોક વ્યક્ત કર્યો

Miss USA 2019 અને અમેરિકન મોડલ ચેલ્સિયા ક્રિસ્ટે 60 માળની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ પણ ચેલ્સીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Miss USA 2019 : ચેલ્સિયા ક્રિસ્ટે 60 માળની ઈમારત પરથી કૂદીને કરી આત્મહત્યા, મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ શોક વ્યક્ત કર્યો
Miss USA cheslie kryst commits suicide
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 6:11 PM
Share

Miss USA 2019 અને અમેરિકન મોડલ ચેલ્સિયા ક્રિસ્ટે (Cheslie Kryst) 60 માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લેતા હાલ ચકચાર મચી ગઈ છે.ત્યારે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ(Harnaaz Sandhu) પણ ચેલ્સીના નિધન પર શોક વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. હરનાઝે લખ્યુ છે કે, આ સમાચાર જાણ્યા પછી હું અંદરથી તૂટી ગઈ છુ.

ચેલ્સિયા ક્રિસ્ટેની અણધારી વિદાય

તમને જણાવવુ રહ્યુ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ ચેલ્સીએ હરનાઝનુ ઇન્ટરવ્યુ લીધુ હતુ. ચેલ્સીએ મિસ યુનિવર્સ બન્યા બાદ હરનાઝ સાથેની પોતાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ડેઈલીમેલના અહેવાલ મુજબ, 30 વર્ષીય ચેલ્સિયા ક્રિસ્ટે રવિવારે સવારે 7.15 વાગ્યે આત્મહત્યા કરી હતી.

મેનહટનની 60 માળની આ ઓરિયન બિલ્ડીંગમાં 9મા માળે ચેલ્સિયા ક્રિસ્ટેનો એપાર્ટમેન્ટ હતો. તે છેલ્લે 29મા માળે જોવા મળી હતી. ત્યારે હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે કે મોડેલે આત્મહત્યા કેમ કરી ?સૌથી આશ્વર્યની વાત એ છે કે તેની કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.

હરનાઝે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી

હરનાઝે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, આ દિલ તોડનારા સમાચાર છે જેના પર હું વિશ્વાસ નથી કરી શકતી. તમે હંમેશા ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતા. રેસ્ટ ઈન પીસ ચેલ્સિ.

મોડેલ ચેલ્સી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. તે અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સાથે જ તેની સોશિયલ મીડિયા પર પણ ઘણી સારી ફેન ફોલોઈંગ હતી.

પરિવાર શોકમાં ગરકાવ થયો

ચેલ્સીનો જન્મ 1991 માં મિશિગનમાં જેક્સન થયો હતો અને 2017 માં વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી સ્નાતક થઈ હતી. વર્ષ 2019 માં ચેલ્સિયા ક્રિસ્ટે નોર્થ કેરોલિનાનું પ્રતિનિધિત્વ કર્યું અને મિસ યુએસએ 2019 નો ખિતાબ જીત્યો. તે વ્યવસાયે વકીલ હતી. Miss USA 2019 બન્યા બાદ તે એક્સ્ટ્રા નામના શોની સંવાદદાતા બની. ત્યારે હાલ ચેલ્સીની અચાનક વિદાયથી પરિવાર અને મિત્રો આઘાતમાં સરી પડ્યા છે.

આ પણ વાંચો : Bigg Boss 15 Winner Tejasswi Prakash: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે બિગ બોસ-15ની ટ્રોફી જીતી, આ સાથે જ મળ્યા આટલા લાખ રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">