મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ સંધુ પ્રિયંકા ચોપરાની બાયોપિકમાં કરવા માંગે છે કામ, સાથે કરી આ વાત

મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ સંધુ પ્રિયંકા ચોપરાની બાયોપિકમાં કરવા માંગે છે કામ, સાથે કરી આ વાત
Harnaz Sandhu and Priyanka Chopra

આ વર્ષે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. હરનાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટીથી વધુ પ્રભાવિત છે તો તેણે પ્રિયંકા ચોપરાનું નામ લીધું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 28, 2021 | 1:30 PM

આ વર્ષે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા (Miss Universe 2021) જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને (Harnaaz Sandhu) ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેણે પોતાની સુંદરતાની સાથે સાથે સાદગીથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. બોલિવૂડમાં તેના ડેબ્યુને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દરેક મિસ દિવા વિજેતા અથવા સહભાગી ચોક્કસપણે ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે હરનાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટીથી વધુ પ્રભાવિત છે તો તેણે પ્રિયંકા ચોપરાનું નામ લીધું.

બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં હરનાઝે ખુલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેને સેલિબ્રિટી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે પ્રિયંકા ચોપરાનો ઉલ્લેખ કર્યો અને તેણે કહ્યું કે, તે તેની પાસેથી ઘણું શીખે છે. તેમનું જીવન તેમને ઘણી પ્રેરણા આપે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે બાયોપિકમાં કઈ સેલિબ્રિટીનો ભાગ બનવા માંગશે, તો તેણે કહ્યું કે, પ્રિયંકા ચોપરાની બાયોપિકનો ભાગ બનીને તે ખૂબ જ ખુશ થશે. કારણ કે તેની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે.

હરનાઝ પ્રિયંકાની બાયોપિકનો ભાગ બનવા માંગે છે

બોલિવૂડ હંગામા સાથેની એક મુલાકાતમાં, હરનાઝને એવી સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું કે, જેની બાયોપિકમાં તે અભિનય કરવા માંગે છે. હરનાઝે કહ્યું, “પ્રિયંકા ચોપરા. મને તેનો ભાગ બનવું ગમશે. મને લાગે છે કે, તેણે મારા સમગ્ર સમય દરમિયાન મને પ્રેરણા આપી છે. તે અમારા જેવા લાખો લોકોને પ્રેરણા આપતી રહેશે.” હરનાઝે આગળ કહ્યું, “હું પ્રિયંકા ચોપરાને ખૂબ જ પ્રેમ કરું છું. તેમની પાસેથી ઘણું શીખી શકાય છે. એટલા માટે હું હંમેશા પ્રિયંકાને પસંદ કરીશ.”

હરનાઝે પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા હોવાનું જણાવ્યું

મિસ દિવાનો ખિતાબ જીત્યા બાદ હરનાઝે પ્રિયંકા વિશે પણ વાત કરી હતી. જ્યારે રેડિફ દ્વારા ભારતીય બ્યુટી ક્વીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “પ્રિયંકા ચોપરા મારી સૌથી મોટી પ્રેરણા છે. તેણીએ પોતાની બ્રાન્ડ બનાવી છે અને માત્ર સૌંદર્ય સ્પર્ધાઓમાં જ નહીં પરંતુ તેણીની અભિનય અને ગાયકી પ્રતિભા દ્વારા પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ભારતને ગૌરવ અપાવ્યું છે અને તેણે જે રીતે કર્યું તે રીતે ગૌરવ પાછું લાવવા માટે હું તેના પગલે ચાલવા માટે ઉત્સુક છું.”

હરનાઝે આ વર્ષે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો હતો. તે 21 વર્ષ બાદ કોઈ ભારતીયે આ ખિતાબ જીત્યો તે હરનાઝ તેમજ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. હરનાઝ તેના કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર તેની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતી જોવા મળે છે.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati