Bigg Boss 15 Winner Tejasswi Prakash: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે બિગ બોસ-15ની ટ્રોફી જીતી, આ સાથે જ મળ્યા આટલા લાખ રૂપિયા

તેજસ્વી પ્રકાશે બિગ બોસ ટ્રોફી જીતી છે. આ શોની સાથે હવે તેને એક નવો શો પણ મળ્યો છે. હા, તે એકતા કપૂરની નાગીનમાં જોવા મળવાની છે.

Bigg Boss 15 Winner Tejasswi Prakash: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે બિગ બોસ-15ની ટ્રોફી જીતી, આ સાથે જ મળ્યા આટલા લાખ રૂપિયા
Tejasswi-prakash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:40 AM

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 15નો (Bigg Boss 15) ફેંસલો હવે આવી ગયો છે. તેજસ્વી પ્રકાશને (Tejasswi Prakash) લોકોના સૌથી વધુ વોટ મળતા બિગ બોસ 15 ટ્રોફી જીતી છે. બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં આવેલા વોટની વાત કરવામાં આવે તો પ્રતિક સહજપાલને જનતાના 24 ટકા વોટ મળ્યા છે, જ્યારે તેજસ્વી પ્રકાશને સૌથી વધુ એટલે કે 26 ટકા વોટ મળ્યા છે. શમિતા શેટ્ટીને હાંકી કાઢવામાં આવ્યા પછી કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ અને પ્રતીક સહજપાલ વચ્ચે ટ્રોફી માટે મેચ હતી. પરંતુ વિનર તરીકે જોવા મળતા કરણ કુન્દ્રાને શોનો સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવ્યો હતો.

તેજસ્વીએ બિગ બોસની ટ્રોફી સાથે 40 લાખ રૂપિયા પણ જીત્યા છે. ખરેખર, બિગ બોસના વિજેતાની જીતની રકમ 50 લાખ હતી, પરંતુ નિશાંત ભટે 10 લાખ સાથે રમત છોડી દીધી હોવાને કારણે હવે વિજેતાને 40 લાખ મળશે. બિગ બોસ 15ના ઘરમાં પ્રવેશતા પહેલા જ તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે તેને હારવું પસંદ નથી. તેઓએ શરૂઆતમાં જે કહ્યું હતું તે કર્યું છે અને આ શોમાં તેઓએ માત્ર ટ્રોફી અને 40 લાખ જીત્યા નથી, પરંતુ એક બીજાશોનો કોન્ટ્રાક્ટ પણ જીત્યો છે.

તેજસ્વી પ્રકાશ તુરંત જ નાગિન સીરિયલમાં વ્યસ્ત થઇ જશે

ટૂંક સમયમાં જ તેજસ્વી પ્રકાશ કલર્સ ટીવી અને એકતા કપૂરની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી નાગીનમાં લીડ રોલ ભજવતી જોવા મળશે. તેણે ગ્રાન્ડ ફિનાલે દરમિયાન આપેલા પરફોર્મન્સમાં પોતાના લૂકની પહેલી ઝલક દેખાડી છે. સલમાન ખાનથી લઈને બધાએ પણ તેજસ્વીને આ નવા શો માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલે કે, બિગ બોસ પૂર્ણ થયા બાદ તેજસ્વી પ્રકાશ કોઈપણ વિરામ વિના તેના નવા શોના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આવી સ્થિતિમાં તેના અને કરણ કુન્દ્રાના સંબંધોનું શું થશે તે જોવું રસપ્રદ રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટીવીની દીકરીએ ટ્રોફી જીતી

તેજસ્વી પ્રકાશની જીતે સાબિત કરી દીધું છે કે દેશની ફેવરિટ પુત્રવધૂ અને દીકરીઓ સામે કોઈ સ્પર્ધક ટકી શકે તેમ નથી. ટીવીની દિકરી રાગિણી તરીકે સિરિયલ સ્વરાગિનીથી તેજસ્વીએ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. બિગ બોસની ઘણી સીઝનમાં એવું જોવામાં આવ્યું છે કે ટીવી એક્ટ્રેસોને હંમેશા વોટિંગમાં ફાયદો થાય છે. તેજસ્વી પ્રકાશ હોય કે સિમરનો રોલ કરનારી દીપિકા હોય કે પ્રેરણાનો રોલ નિભાવનારી શ્વેતા તિવારી હોય બિગ બોસનો ઈતિહાસ રહ્યો છે કે માત્ર ટીવી એક્ટ્રેસ જ ટ્રોફી જીતે છે.

આ પણ વાંચો : Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર માટીના કુલડીમાંથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ, અમિત શાહે કહ્યું- બાપુને આનાથી મોટી શ્રદ્ધાંજલિ ન હોઇ શકે

આ પણ વાંચો : Coronavirus Pandemic: બે વર્ષ પહેલા આજના જ દિવસે ભારતમાં નોંધાયો હતો પહેલો કોવિડ 19 કેસ, જાણો શું કહે છે ડૉક્ટર્સ

g clip-path="url(#clip0_868_265)">