AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Preity Zinta: ડેબ્યૂ ફિલ્મ માટે ક્યારેક મળ્યો હતો બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ, આજે ફિલ્મોથી છે દૂર

પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં પ્રીતિ ઝિન્ટાએ (Preity Zinta) મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. એકવાર તેના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં તેની મુલાકાત એક ડાયરેક્ટર સાથે થઇ હતી અને પ્રીતિને તેની જાહેરાતમાં કામ કરવાની ઓફર કરી છે.

Happy Birthday Preity Zinta: ડેબ્યૂ ફિલ્મ માટે ક્યારેક મળ્યો હતો બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ, આજે ફિલ્મોથી છે દૂર
Preity-Zinta ( Ps : instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 8:20 AM
Share

એક સમય હતો જ્યારે પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) લાખો લોકોના દિલની ધડકન હતી. તે હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. હાલમાં તે IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની માલિક છે. પ્રીતિએ હિન્દી ફિલ્મો સિવાય બીજી ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. પ્રીતિને તેની પ્રથમ ફિલ્મ ‘દિલ સે’માં તેની એક્ટિંગ માટે શ્રેષ્ઠ નવી અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પછી તેણીને વર્ષ 2003માં ફિલ્મ ‘કલ હો ના હો’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. પ્રીતિને કેનેડિયન ફિલ્મ હેવન ઓન અર્થમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય પાત્ર માટે સિલ્વર હ્યુગો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રીતિ ઝિન્ટાનો જન્મ શિમલામાં થયો હતો

પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975ના રોજ હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગાનંદ ઝિન્ટા હતું, જેઓ ભારતીય સેનામાં અધિકારી હતા. તેમની માતાનું નામ નીલપ્રભા છે જે ગૃહિણી છે. જ્યારે પ્રીતિ ઝિન્ટા માત્ર 13 વર્ષની હતી, તે જ સમયે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં તેની માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે બે વર્ષ સુધી પથારીમાં પડી હતી. આ અકસ્માત બાદ પ્રીતિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. આખા ઘરની જવાબદારી તેના ખભા પર હતી. પ્રીતિ ઝિન્ટાને બે ભાઈઓ છે, દિપાંકર અને મનીષ. દીપાંકર ભારતીય સેનામાં ઓફિસર છે અને મનીષ કેલિફોર્નિયામાં રહે છે.

પ્રીતિ ઝિંટાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ શિમલામાં જ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી બોર્ડિંગ સ્કૂલમાંથી કર્યું હતું. પ્રીતિ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતી અને તેને સાહિત્યમાં ઘણો રસ હતો. તે તેના ખાલી સમયમાં બાસ્કેટબોલ રમતી હતી. શાળાકીય અભ્યાસ પછી તેણે સેન્ટ બેજેસ કોલેજમાંથી અંગ્રેજી ઓનર્સ કર્યું અને મનોવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.

કરિયરના શરૂઆતના દિવસોમાં પ્રીતિએ મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું. એકવાર તેના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં તે એક ડિરેક્ટરને મળી હતી અને પ્રીતિને તેની જાહેરાતમાં કામ કરવાની ઓફર કરી. આ પછી પ્રીતિએ ઘણી એડ કરી હતી. પ્રીતિ ઝિન્ટાનું ફિલ્મી કરિયર શેખર કપૂરની ફિલ્મ ‘તારા રમ પમ પમ’થી શરૂ થવાનું હતું અને આ ફિલ્મમાં તે હૃતિક રોશનની સાથે હતી, પરંતુ કોઈ કારણસર તે ફિલ્મ બની શકી ન હતી. ત્યારબાદ શેખર કપૂરે નિર્દેશક મણિરત્નમને તેમની આગામી ફિલ્મ ‘દિલ સે’માં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા સાથે પ્રીતિ ઝિન્ટાને કાસ્ટ કરવા વિનંતી કરી. આ ફિલ્મમાં પ્રીતિ સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

ફિલ્મ ‘દિલ સે’માં 20 મિનિટનો રોલ મળ્યો

આ ફિલ્મમાં તેને 20 મિનિટનો રોલ મળ્યો હતો, પરંતુ તે જ 20 મિનિટમાં પ્રીતિએ પોતાની એક્ટિંગથી બધાને મનાવી લીધા હતા. આ ફિલ્મ માત્ર સુપરહિટ સાબિત થઈ નથી. પરંતુ આ ફિલ્મ માટે પ્રીતિને ફિલ્મફેર શ્રેષ્ઠ નવી અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મુખ્ય હિરોઈન તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘સોલ્જર’ હતી. આ ફિલ્મમાં તેની સામે બોબી દેઓલ જોવા મળી હતી. આ ફિલ્મ પણ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આ પછી પ્રીતિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ હવે લાગે છે કે તે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. હવે તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.

આ પણ વાંચો : UP Election 2022: સોશિયલ મીડિયાના સહારે અયોધ્યા સીટના ઉમેદવારો, ચૂંટણીના માહોલમાં લોકો સુધી પહોંચવા માટે ફેસબુક-ટ્વિટર મોટો સહારો

આ પણ  વાંચો : Uttar Pradesh Assembly Election 2022: PM મોદીની આજે પ્રથમ વર્ચ્યુઅલ રેલી, LED સ્ક્રીન દ્વારા 21 વિધાનસભાના મતદારો સાથે કરશે વાતચીત

g clip-path="url(#clip0_868_265)">