જેમ્સ કેમરુનનો 25 વર્ષ પછી ‘ટાઈટેનિક’ વિશે ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું શા માટે જેકનું મોત થયું

જેમ્સ કેમરુને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તે ટાઈટેનિક ફિલ્મ સાથે જોડાયેલી ચર્ચાને લઈને ટૂંક સમયમાં નવો ખુલાસો કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનો અંત દુઃખદ છે. જેમાં જેકનું મૃત્યુ થાય છે.

જેમ્સ કેમરુનનો 25 વર્ષ પછી 'ટાઈટેનિક' વિશે ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું શા માટે જેકનું મોત થયું
'ટાઈટેનિક' વિશે ચોંકાવનારો ખુલાસોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 11:24 AM

જાણીતા પ્રોડ્યુસર જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ચાહકોને ‘અવતાર 2’ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ દિવસે ભારતમાં 40 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જેમ્સ કેમરૂનના કામના પણ દરેક લોકો વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રોડ્યુસર જેમ્સ કેમરુને પોતાની આઇકોનિક ફિલ્મ ‘ટાઈટેનિક’ વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમ્સ કેમરુને ટાઇટેનિકના ક્લાઈમેક્સ સીનને લઈને 25 વર્ષ જૂની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું છે. લિયોનાર્ડો ડી કેપ્રિયોએ ટાઇટેનિકમાં જેકની ભૂમિકા ભજવી હતી. અને કેટ વિન્સલેટે રોઝની ભૂમિકા ભજવી હતી.

ટાઇટેનિક ફિલ્મમાં જેકના મૃત્યુની ચર્ચા

વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઈટેનિક’ના છેલ્લા સીનમાં હીરો હીરોઈનનો જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપી દે છે. ફિલ્મ ટાઇટેનિકમાં ડૂબવાને કારણે અભિનેતા જેકનું મૃત્યુ થયું હતું, જે હંમેશા ચર્ચામાં રહે છે કે, અભિનેતાને બચાવી શકાયો હોત. જેમ્સ કેમરોને અગાઉ જણાવ્યું હતું કે જેકનું મૃત્યુ કલાત્મક કારણોસર જરૂરી હતું.

જેમ્સ કેમરુન દ્વારા નિર્દેશિત ટાઇટેનિક 1997માં આવી

જેમ્સ કેમરુન દ્વારા નિર્દેશિત ટાઇટેનિક 1997માં આવી હતી. આ ફિલ્મને 14 ઓસ્કાર નોમિનેશન મળ્યા, જેમાંથી તેણે 11 જીત્યા. ટાઈટેનિક આજે પણ ઈતિહાસમાં માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ છે. ઘણા લોકોએ વિચાર્યું કે લિયોનાર્ડો ડી કેપ્રિયોને બચાવી શકાયો હોત. લોકોનું કહેવું છે કે, લાકડાના ટુકડા પર 2 લોકો માટે ખુબ જગ્યા હતી. ત્યારે માત્ર હિરોઈનને જીવ બચાવવો ખોટો હતો. સોશિયલ મીડિયા પર આને લઈ મીમ્સ પણ વાયરલ થયા હતા.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

બંને એક સાથે ટકી શક્યા નહીં

હવે જેમ્સ કેમરુને પોસ્ટ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘આ સમગ્ર ચર્ચાનો અંત લાવવા માટે અમે આના પર વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે અને અમે આ નિષ્કર્ષ પર આવ્યા છીએ. અમે વ્યાપક ફોરેન્સિક વિશ્લેષણ અને નિષ્ણાતો સાથે કામ કર્યું છે. અમે એક આવું જ કારણ કાઢ્યું હતુ, જે ટૂંક સમયમાં ફેબ્રુઆરીમાં બહાર આવશે. અમે 2 સ્ટંટમેન લીધા જેઓ બંન્નેના શરીરના કદના હતા. અમે તેમના પર સેન્સર મૂકીએ છીએ અને તેમને પાણી અથવા બરફના પાણીમાં મૂકીએ છીએ. અમે તેમના પર ઘણા પ્રયોગો કર્યા અને તે એ દર્શાવે છે કે બંને એક સાથે ટકી શકે નહિ. માત્ર એક જ વ્યક્તિ બચી શકે.

g clip-path="url(#clip0_868_265)">