Into The Wild With Bear Grylls: જંગલમાં અજય દેવગણ બતાવશે એક્શન, શૂટિંગ માટે નિકળ્યા માલદીવ

આ શોમાં (Into The Wild With Bear Grylls) માત્ર અજય દેવગણ જ નહીં, પરંતુ બોલિવૂડની વધુ એક હસ્તી ભાગ લેવા જઈ રહ્યી છે. જોકે, આ બોલિવૂડ સ્ટાર કોણ છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

Into The Wild With Bear Grylls: જંગલમાં અજય દેવગણ બતાવશે એક્શન, શૂટિંગ માટે નિકળ્યા માલદીવ
Bear Grylls, Ajay Devgn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 11:42 PM

થલાઈવા રજનીકાંત (Rajinikanth) અને બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) બાદ હવે અજય દેવગણ (Ajay Devgn) પોતાની સર્વાઈવલ સ્કિલ્સ તેમના ચાહકોને બતાવવા જઈ રહ્યા છે. જો તમને ના સમજાય તો તમને જણાવી દઈએ કે અજય દેવગણ ‘ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ (Into The Wild With Bear Grylls) ના ખાસ એપિસોડમાં જોવા મળશે. અક્ષય અને રજનીકાંત બાદ અજય દેવગણને હવે ડિસ્કવરી ચેનલ દ્વારા આ લોકપ્રિય શો માટે સાઈન કરવામાં આવ્યા છે.

અક્ષય કુમાર અને રજનીકાંત દ્વારા કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં ‘ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ શોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ આ શોનું શૂટિંગ અજય દેવગણ માલદીવમાં કરશે, જેના માટે તે મુંબઈથી માલદીવ જવા રવાના થયા છે. એક રિપોર્ટ્સ અનુસાર ડિસ્કવરી ચેનલે પુષ્ટિ કરી છે કે અજય દેવગણે માલદીવ માટે ચાર્ટર્ડ ફ્લાઈટ લીધી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અજય દેવગણ સિવાય શોમાં કોણ સામેલ થશે?

માત્ર અજય દેવગણ જ નહીં, પરંતુ બોલિવૂડની અન્ય એક હસ્તી પણ આ શોનો ભાગ બનવા જઈ રહી છે. જોકે, આ બોલિવૂડ સ્ટાર કોણ છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બેયર ગ્રિલ્સે તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાતનો ખુલાસો કર્યો, આ શોમાં બે બોલિવૂડ સેલિબ્રિટી ભાગ લેશે. તેમાંથી એકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે પ્રેક્ષકો બીજા સેલિબ્રિટીના નામ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે.

ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ એક સર્વાઈવલ સ્કિલ્સ રિયાલિટી શો છે, જેમાં પ્રખ્યાત બ્રિટિશ સર્વાઈવલ અને એડવેન્ચરર બેયર ગ્રિલ્સ સાથે જંગલમાં જવા વાળી ઘણી ભારતીય હસ્તીઓ સામેલ છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સનો શો Man vs Wild with Bear Gryllsનો ભાગ બન્યા હતા. બંને એક સાથે જંગલમાં ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સના ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ શો બેયર ગ્રિલ્સનો એનબીસી અને નેશનલ જિયોગ્રાફિક પર આંતરરાષ્ટ્રીય શો રનિંગ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ જેવો જ છે, જેમાં અભિનેતા ચૈનિંગ ટૈટમ, બેન સ્ટિલર, મિશેલ રોડ્રિગ્ઝ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ સામેલ થઈ ચુક્યા છે.

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">