IPL 2024 : વિરાટ કોહલીનો શાનદાર રન આઉટ, થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ અનુષ્કાને આપી ‘ફ્લાઈંગ કિસ’
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં આઉટ કરી દીધું હતું અને બાદમાં આસાનીથી રનચેઝ કરી RCBએ જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીનું પણ મહત્વનું યોગદાન હતું. બેટિંગમાં ધમાલ મચાવતા પહેલા વિરાટે મેદાન પર ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. જેમાં તેણે ગુજરાતના શાહરુખ ખાનને આઉટ કર્યા બાદ પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ કરી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
IPL 2024માં વિરાટ કોહલી સતત પોતાનો જાદુ બતાવી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખરાબ પ્રદર્શન છતાં વિરાટ કોહલીનું બેટ સતત રન બનાવતું રહ્યું. ભલે બેંગલુરુ ઘણી મેચો હારી ગયું અને ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ મુશ્કેલ છે, કોહલી હજી પણ દરેક મેચમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ ફિલ્ડિંગમાં પણ હંમેશની જેમ તેની તાકાત દેખાઈ રહી છે, જ્યાં તેણે ઘણા કેચ લીધા છે અને હવે તેણે પોતાની ચપળતાનું એવું પ્રદર્શન રજૂ કર્યું છે, જેનાથી ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન શાહરૂખ ખાન આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
પાવરપ્લેમાં ગુજરાતનો ફ્લોપ શો
4 મેના શનિવારે સાંજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ બોલિંગ કરીને પાવર પ્લેમાં જ ગુજરાતને બરબાદ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજ અને કેમરન ગ્રીને મળીને 3 વિકેટ ઝડપી હતી અને ગુજરાત માત્ર 23 રન બનાવી શક્યું હતું. આ પછી ડેવિડ મિલર અને શાહરૂખ ખાને શાનદાર બેટિંગ કરીને ગુજરાતની વાપસી કરી હતી. કરણ શર્માએ મિલરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
The of Virat Kohli #TATAIPL #RCBvGT #IPLonJioCinema pic.twitter.com/Qv6ojVcSAk
— JioCinema (@JioCinema) May 4, 2024
વિરાટ કોહલીની ચપળતાએ શાહરૂખને કર્યો આઉટ
આ પછી પણ, શાહરૂખ ખાન ક્રિઝ પર હતો, જેણે શાનદાર બેટિંગ કરી હતી અને પહેલાથી જ કેટલીક બાઉન્ડ્રી ફટકારી હતી. બેંગલુરુને આ વિકેટની જરૂર હતી પરંતુ બોલરોને સફળતા મળી રહી ન હતી. આવી સ્થિતિમાં શાહરૂખે પોતે તેની વિકેટની વિરાટ કોહલીને તક આપી, જે ફિલ્ડિંગમાં કોઈથી ઓછા નથી. થયું એવું કે રાહુલ તેવટિયા કવર તરફ શોટ રમ્યો, જેના પર શાહરૂખ રન લેવા માંગતો હતો. અહીં જ શાહરૂખે ભૂલ કરી કારણ કે વિરાટ કોહલીએ બોલ તરફ ચિત્તાની ઝડપથી દોડ્યો. તેવટિયાએ તરત જ શાહરૂખને પરત ફરવાનું કહ્યું હતું પરંતુ કોહલી શાહરૂખ કરતા ઝડપી હતો. શાહરૂખે ક્રિઝ પર પરત ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોહલીનો સીધો થ્રો સ્ટમ્પ પર વાગ્યો અને શાહરૂખ રનઆઉટ થયો.
, , #RCBvGT #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/xNhbIBu9Yw
— JioCinema (@JioCinema) May 4, 2024
અનુષ્કાને ફ્લાઈંગ કિસ
કોહલીના આ ચોક્કસ લક્ષ્યને જોઈને તેની બેંગલુરુ ટીમના સાથી કેમરન ગ્રીન ચોંકી ગયા હતા. ત્યારપછી જેવા થર્ડ અમ્પાયરે શાહરૂખને રન આઉટ જાહેર કર્યો કે કોહલી સીધો સ્ટેન્ડ તરફ વળ્યો અને ત્યાં બેઠેલી તેની પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી.
આ પણ વાંચો : IPL 2024 RCB vs GT: શુભમન ગિલ જોતો જ રહ્યો, ગુજરાત ટાઈટન્સે બનાવ્યો આટલો ખરાબ રેકોર્ડ