‘શેરશાહ’ ફિલ્મમાં કામ કરીને પસ્તાવો અનુભવી રહ્યો છે આ અભિનેતા, જાણો શું છે કારણ

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીની (Kiara Advani) ફિલ્મ શેરશાહ (Shershaah) હીટ સાબિત થઇ રહી છે. આવામાં ફિલ્મના અભિનેતા સાહિલ વૈદનું નિવેદન સામે આવ્યું છે.

'શેરશાહ' ફિલ્મમાં કામ કરીને પસ્તાવો અનુભવી રહ્યો છે આ અભિનેતા, જાણો શું છે કારણ
Shershaah Actor Sahil Vaid
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Aug 19, 2021 | 11:01 AM

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીની (Kiara Advani) ફિલ્મ શેરશાહ (Shershaah) લોકોનું દિલ જીતી રહી છે. જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી દરેક જગ્યાએ એક જ વાત થઈ રહી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જોવા મળ્યો છે, જ્યારે કિયારાએ ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવ્યું છે.

આ ફિલ્મમાં અન્ય ઘણા સ્ટાર્સ છે જેમણે સહાયક ભૂમિકાઓ ભજવી છે. તેમાંથી એક સાહિલ વૈદ પણ છે. સાહિલ કહે છે કે તેણે આ ફિલ્મમાં કામ નહોતું કરવું જોઈતું. સાહિલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેના પાત્ર વિશે કોઈ બોલતું નથી. તેણે શેરશાહમાં કામ નહોતું કરવું જોઈતું. સાહિલે ફિલ્મમાં વિક્રમના શ્રેષ્ઠ મિત્ર સનીનું પાત્ર ભજવ્યું હતું.

લોકો મારા વિશે વાત કરતા નથી

એક ઈન્ટરવ્યુમાં સાહિલે કહ્યું છે કે તે આ ફિલ્મમાં કામ કરીને દુખી છે. તે નિરાશ છે કારણ કે લોકો ફિલ્મમાં તેના યોગદાન વિશે વાત કરી રહ્યા નથી. સાહિલે ધર્મા પ્રોડક્શન્સનો આ ફિલ્મનો ભાગ બનાવવા બદલ આભાર માન્યો હતો. એ પણ કહ્યું કે તે એક સૈનિકની ભૂમિકા ભજવવા માંગતો હતો.

સાહિલે કહ્યું કે તે યુદ્ધના દ્રશ્યો કરવા માંગતો હતો પરંતુ નિર્દેશકને લાગ્યું કે તે સનીના પાત્રને અનુકૂળ છે. હું ધર્માને ખુબ માનું છું. તેમણે મને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મો આપી.

સહાયક કલાકારોની અવગણના કરવામાં આવી

સાહિલે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ હિટ બન્યા બાદ પ્રેક્ષકો દ્વારા સહાયક કલાકારની અવગણના કરવામાં આવી છે. ફિલ્મમાં ઘણા સારા કલાકારો છે જેમણે કેપ્ટન વિક્રમ બત્રાને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોવાથી તેમના અહંકારને બાજુમાં રાખીને નાની ભૂમિકા માટે હા કહી છે. એટલા માટે મેં પણ ફિલ્મને હા પાડી. હવે મને ખ્યાલ આવી રહ્યો છે કે મારે આ ફિલ્મ કરવી જોઈતી ન હતી. લોકો મેં શું કામ કર્યું તે વિશે વાત કરતા નથી.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. દરેક વ્યક્તિ સિદ્ધાર્થની એક્ટિંગના વખાણ કરી રહ્યો છે. ચાહકો તેમની પ્રશંસામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. આ સ્થિતિમાં અભિનેતા સાહિલે આપેલું આ નિવેદન ચોંકાવનારૂ છે.

આ પણ વાંચો: શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ

આ પણ વાંચો: શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati