શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ

તાજેતરમાં, મધુર ભંડારકરે દેશના સ્ટાર નીરજ ચોપરા સાથે મુલાકાત કરી હતી, નીરજ અને મધુર સાથેની તસવીર સામે આવતાં જ ચાહકોમાં બાયોપિક વિશેની ચર્ચાઓ વધી ગઈ હતી.

શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ
Neeraj Chopra replied to Madhur Bhandarkar on entering acting in film industry

આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં દેશની છાતી પહોળી કરનાર નીરજ ચોપરા (Neeraj Chopra) અને મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) દરેક જગ્યાએ છવાઈ ગયા છે. નીરજે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આવી સ્થિતિમાં તાજેતરમાં પીઢ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર (Madhur Bhandarkar) નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનુને મળ્યા હતા, ત્યારબાદ તેમની બાયોપિકના સમાચાર તીવ્ર બન્યા હતા.

આવી સ્થિતિમાં ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, મધુર ભંડારકર કહે છે કે હું સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં હતો અને હું કોઈ એવાને જાણતો હતો જે આ મિટિંગને શક્ય બનાવી શકે. હું ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓને તેમની સફળતા માટે અને ભારતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપવા માંગતો હતો.

મધુર ભંડારકરે ખુલાસો કર્યો

મધુરે કહેવાનું છે કે મેં નીરજને કહ્યું કે તેઓ સુપરસ્ટાર બની ગયા છે અને હવે તેમના આખા વિશ્વમાં ઘણા ચાહકો છે. આ પછી મેં તેમને મજાકમાં પૂછ્યું, તમે ખૂબ સારા દેખાઓ છો, તો શું તમે ક્યારેય ફિલ્મોમાં અભિનય કરવાનું વિચાર્યું છે? ‘

નીરજ ચોપરાએ આપ્યો જવાબ

તો આના જવાબમાં તેમણે કહ્યું કે, હું અભિનય કરવા માંગતો નથી, માત્ર મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મધુરે આગળ કહ્યું કે તેમની સાથેની વાતચીત પરથી મને સમજાયું કે તેમની પાસે આગળનો સારો રોડમેપ છે. તેમણે મને કહ્યું કે તે દેશ માટે હજુ વધુ હાંસલ કરવા માંગે છે. નીરજની જેમ, મીરાબાઈને મળીને પણ મને આનંદ થયો, ઓલિમ્પિક્સ જીત્યા બાદ ભારતના લોકો તરફથી મળેલા પ્રતિસાદ અને પ્રેમથી તેઓ અભિભૂત થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તમને જણાવી દઈએ કે આ વર્ષે નીરજ ચોપરા (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતીને ભારત લાવ્યા હતા અને મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યાનું ગૌરવ દેશને અપાવ્યું છે. ઓલમ્પિકમાં ભારતના ખેલાડીઓએ દેશનું માથું ઊંચું કર્યું છે. બંને ખેલાડીઓને દેશવાસીઓ તરફથી ઘણો પ્રેમ અને આદર મળી રહ્યો છે. નીરજની બાયોપિકના સમાચારો લાંબા સમયથી ચાલી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે નીરજના જીવન પર આધારિત ફિલ્મ ચાહકોની સામે ક્યારે રજૂ થાય છે. જો કે તમને જણાવી દઈએ કે બાયોપિક વિશે નીરજે ના કહી છે. અહેવાલો અનુસાર તેમણે કહ્યું હતું કે તેઓ હજુ દેશ માટે વધારે આગળ જવા માંગે છે. બાયોપિકનો હમણા કોઈ વિચાર નથી.

 

આ પણ વાંચો: શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો

આ પણ વાંચો: Archana Puran Singh Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે અર્ચના, કપિલના એક એપિસોડ માટે લે છે આટલા લાખ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati