AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો

અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના અભૂતપૂર્વ અભિનયના આધારે ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમની સગાઈના સમાચાર સામે આવ્યા હતા.

શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો
Vicky Kaushal and Katrina kaif have not engaged, the actress's team told the truth
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 8:11 AM
Share

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) બુધવારે દિવસભર ચર્ચામાં રહ્યા હતા. ચર્ચા એ હતી કે બંને સ્ટાર્સે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા (Social media) પર ઘણા અહેવાલ હતા કે બંનેએ તેમના સંબંધોને આગળ ધપાવ્યા છે, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને સગાઈ નથી કરી રહ્યા.

દિવસભર સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે તેમના રોમાંસની ચર્ચા થઈ રહી. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ એક નાનકડો સગાઇ સમારોહ કર્યો હતો અને હવે તેઓ સત્તાવાર રીતે સગાઈથી (Vicky Katrina engagement) જોડાઈ ગયા છે. જોકે, આ સમાચાર માત્ર અફવા સાબિત થયા છે.

અભિનેત્રી ટીમનું નિવેદન

કેટરીના કૈફ અને વિકીએ તેમની સગાઈના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અભિનેત્રીની ટીમ તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. પ્રવક્તાના જણાવ્યા મુજબ, કોઈ સગાઈ સમારોહ થયો નથી અને કેટરિના ટૂંક સમયમાં ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે રવાના થવા જઈ રહી છે.

જ્યારે અફવાઓ ફેલાઈ હતી કે કેટરિનાએ તેના કથિત બોયફ્રેન્ડ વિકી સાથે તેમના બાંદ્રા નિવાસસ્થાને સગાઈ કરી, ત્યારે ખાનગી બોલીવૂડ વેબસાઈટને ખાસ જાણ થઈ કે અભિનેત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલમાન ખાન સાથે હતી. તેઓની રાત્રે રશિયા માટે ફ્લાઇટ હતી પરંતુ કેટલીક સમસ્યાઓના કારણે તેમને ફ્લાઇટ રદ કરવી પડી હતી અને હવે, બંને જલ્દી જ ટાઇગર 3 ના નાઇટ શૂટ માટે ફરીથી રશિયા જશે.

બંને કલાકારો ‘શેર શાહ’ના સ્ક્રીનીંગમાં જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે તાજેતરમાં બંને સ્ટાર્સ ‘શેર શાહ’ના સ્ક્રીનીંગમાં જોવા મળ્યા હતા. જોકે, ખાસ વાત એ છે કે તે બંને કેમેરાને ટાળતા જોવા મળ્યા હતા. પરંતુ તેમ છતાં બંને સાથે જોવા મળ્યા અને કેમેરામાં કેદ થયા હતા.

વિકી ઘણીવાર કેટરિનાના ઘર નીચે જોવા મળે છે. બંનેએ હજુ સુધી તેમના સંબંધો પર કોઈ પ્રકારની મહોર લગાવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી જ બંધનમાં બંધાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલ બંને હાલમાં પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. વિકી કૌશલ પાસે હાલમાં આદિત્ય ધારની અશ્વત્થામા જોવા મળવાનો છે, જ્યારે કેટરિના કૈફ સલમાન ખાન સાથે ટાઇગર 3 ના શૂટિંગ માટે રશિયા જઈ રહી છે.

આ પણ વાંચો: Archana Puran Singh Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે અર્ચના, કપિલના એક એપિસોડ માટે લે છે આટલા લાખ

આ પણ વાંચો: Sharmila Tagore હજુ સુધી તેમના નાના પૌત્ર જહાંગીરને નથી મળ્યા, શું કરીના અને સૈફથી છે નારાજ?

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">