શું હુમા કુરેશીનું દિલ તૂટી ગયું છે ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કરી દુઃખદ પોસ્ટ
હુમા કુરેશી હંમેશા તેની ઇન્સ્ટા પોસ્ટમાં પોઝિટિવ વાતો કરે છે. અભિનેત્રીએ હંમેશા સામાજિક રીતે મજબૂત આભા જાળવી રાખી છે. પરંતુ તેની તાજેતરની પોસ્ટે તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી (Huma Qureshi) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની સુંદર તસવીરો શેર કરીને હંમેશા ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક ઉદાસ પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ એક પછી એક એવી કેટલીક પોસ્ટ કરી છે જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈએ હુમાનું દિલ તોડ્યું છે કે કેમ ?
તેની પોસ્ટ જોઈને ચાહકો પૂછી રહ્યા છે કે શું તે ઠીક છે ! પોતાના ઈન્સ્ટા પરથી હ્રદયદ્રાવક અને ભાવુક પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું – ‘હું ક્યારેય ન સમાપ્ત થતા જૂઠાણામાં ફસાઈ ગઈ છું. અથવા આને છેતરપિંડી કહો, જો તમારે કહેવું હોય તો. હું આવી વસ્તુઓથી કંટાળી ગઇ છું.
હુમા કુરેશી હંમેશા તેની ઇન્સ્ટા પોસ્ટમાં પોઝિટીવ વાતો કરે છે. અભિનેત્રીએ હંમેશા સામાજિક રીતે મજબૂત આભા જાળવી રાખી છે. પરંતુ તેની તાજેતરની પોસ્ટ તેના ચાહકોને ચિંતામાં મૂક્યા છે. તેણે શા માટે હાર્ટબ્રેક અને જૂઠાણા પર આ પ્રકારની પોસ્ટ શેર કરી. શું તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે ? તમને જણાવી દઈએ કે, હુમા કુરેશીની વેબ સિરીઝ ‘મહારાણી’ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સીરીઝના પહેલા ભાગ બાદ હવે દર્શકો તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હુમા કુરેશીએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાણી ભારતીના અવતારમાં એક સેલ્ફી અપલોડ કરી હતી. હુમા કુરેશીએ સેલ્ફીમાં સિરીઝની બીજી સિઝન તરફ ઈશારો કર્યો હતો. અભિનેત્રીએ તેની પોસ્ટમાં ‘વિજય’ની નિશાની પણ દર્શાવી હતી.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી હુમા કુરેશીએ સોની લિવની સીરિઝ ‘મહારાણી’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શોની પ્રથમ સિઝનમાં અભિનેત્રી રાણી ભારતીના રૂપમાં જોવા મળી હતી.
સિરીઝમાં હુમા બિહારના એક ગામડાની સાદી અભણ મહિલા તરીકે દેખાઈ છે જે બિહારના મુખ્યમંત્રી પદ માટે ચૂંટાઈ છે. અભિનેત્રીએ અત્યાર સુધીમાં ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ અભિનેત્રીને ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ઘણી ખ્યાતિ મળી હતી.
આ પણ વાંચો –
Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની તબિયત સુધારા પર, પરંતુ હજુ થોડા દિવસ રહેવું પડશે ICUમાં
આ પણ વાંચો –
14 વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટીને મળી મોટી રાહત, હૉલીવુડ એકટરે અભિનેત્રીને ખુલ્લેઆમ કરી હતી KISS
Latest News Updates





