AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકુમાર રાવ-પત્રલેખાના લગ્નની તૈયારીઓ શરૂ, મહેંદી સેરેમની માટે ચંદીગઢ પહોંચી હુમા કુરેશી

અભિનેત્રી હુમા કુરેશી, રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નના બે દિવસ પહેલા ચંદીગઢ પહોંચી ગઈ છે. હુમા અને પત્રલેખા સારા મિત્રો છે. એટલા માટે તે દિલ્હીથી કારમાં ચંદીગઢ જવા રવાના થઈ છે.

રાજકુમાર રાવ-પત્રલેખાના લગ્નની તૈયારીઓ શરૂ, મહેંદી સેરેમની માટે ચંદીગઢ પહોંચી હુમા કુરેશી
Preparations for Rajkumar Rao-Patralekha's wedding started in Chandigarh
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 1:59 PM
Share

બોલીવુડમાં (Bollywood) હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાંથી લગ્નના સમાચાર આવી રહ્યા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે ત્યારે હવે તાજા સમાચાર રાજકુમાર રાવ (Rajkumar Rao) અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાના (Patralekhaa) લગ્નને લઈને આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે.

અહેવાલ મુજબ અભિનેત્રી હુમા કુરેશી રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નના બે દિવસ પહેલા ચંદીગઢ પહોંચી ગઈ છે. હુમા અને પત્રલેખા સારા મિત્રો છે. એટલા માટે તે દિલ્હીથી કારમાં ચંદીગઢ જવા રવાના થઈ છે. રાજકુમાર રાવના લગ્નને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવાના પ્રયાસો ચાલુ છે, હજુ સુધી આવી કોઈ માહિતી જાહેરમાં આવી નથી.

રિપોર્ટ્સ અનુસાર, 14 નવેમ્બરે રાજકુમાર રાવ અને પત્રલેખા ચંદીગઢમાં લગ્ન કરશે. સમાચાર અનુસાર, જયપુરમાં કેટલીક જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જગ્યા ફાઇનલ ન થતા તેમણે ચંદીગઢને ફાઈનલ કરી લીધું છે. 3 દિવસ સુધી લગ્નના ફંકશનમાં ધમાલ જોવા મળશે. શનિવારે મહેંદી સેરેમની બાદ રવિવારે લગ્ન થશે અને ત્યારબાદ સોમવારના રોજ પોસ્ટ વેડિંગ સેરેમની રાખવામાં આવી છે. લગ્નમાં આમંત્રિત મહેમાનો રવિવારે ચંદીગઢ પહોંચશે.

સમાચાર અનુસાર, આ લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે કારણ કે આ લગ્નને ખાનગી રાખવામાં આવી રહ્યા છે. બોલિવૂડના આવા ઘણા દિગ્દર્શકો અને કલાકારો સામેલ હોઈ શકે છે જે રાજકુમાર રાવ અને પત્રલેખાની નજીક છે. હુમા કુરેશી લગ્નમાં પહોંચી ચૂકી છે, માનવામાં આવે છે કે હંસલ મહેતા સહિત અન્ય કેટલાક દિગ્ગજ દિગ્દર્શકો લગ્નમાં હાજરી આપશે.

રાજકુમાર રાવ અને પત્રલેખા ઘણા વર્ષોથી એકબીજા સાથે સંબંધમાં છે. બંનેએ સિટીલાઇટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. આ બંનેની ગણતરી બોલિવૂડના ખાસ કપલમાં થાય છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, તે પત્રલેખા સાથે સમય પસાર કરવાની તક છોડતો નથી. દરેક લોકો આ કપલના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો –

Pakistani fan : પાકિસ્તાનની હારથી તૂટી ગયું ‘ ફેન’નું દિલ, મેદાન છોડવા તૈયાર નહતો, સીડી પર બેસીને શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો –

Cricket News: T20 World Cupમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની આખી કુંડળી, જુઓ ક્યારે શું થયું

આ પણ વાંચો –

લો બોલો ! હવે આ શહેરમાં મરવા પર પણ તંત્રએ લગાવી દીધો પ્રતિબંધ, 70 વર્ષથી નથી થયું એકપણ મૃત્યુ

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">