Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટીને મળી મોટી રાહત, હૉલીવુડ એકટરે અભિનેત્રીને ખુલ્લેઆમ કરી હતી KISS

હોલીવુડ સ્ટાર અને એઇડ્સ જાગૃતિ અભિયાન ચલાવનાર રિચાર્ડ ગેરે (Richard Gere)શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ને જાહેરમાં ચુંબન કર્યા પછી તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2007માં રાજસ્થાનમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન બની હતી.

14 વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટીને મળી મોટી રાહત, હૉલીવુડ એકટરે અભિનેત્રીને ખુલ્લેઆમ કરી હતી KISS
શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ગયા વર્ષે ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા સાથે મીઝાન જાફરી, પરેશ રાવલ અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. શિલ્પાએ ઘણા વર્ષોના અંતરાલ પછી આ ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું.જો કે આ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 4:49 PM

Mumbai court :  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ને 14 વર્ષ જૂના કિસિંગ કેસમાં મોટી રાહત મળી છે. તેના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. 2007માં હોલીવુડ અભિનેતા (Hollywood actors ) અને એઇડ્સ જાગૃતિ પ્રચારક રિચર્ડ ગેરે એક કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ ચુંબન કર્યું હતું. જે બાદ તેની કિસ ઘણા વિવાદોમાં રહી હતી. રિચર્ડ ગેર (Richard Gere)અને શિલ્પા શેટ્ટી સામે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

મુંબઈ કોર્ટેમાં 24 જાન્યુઆરી, સોમવારના રોજ શિલ્પા શેટ્ટીને રાહત મળી છે, જે એક ઘટનામાં અશ્લીલતા અને અભદ્રતાનો આરોપ લગાવવામાં આવી હતી જ્યાં સહ-આરોપી રિચર્ડ ગેરે તેને જાહેરમાં ચુંબન કર્યું હતું. આ ઘટના 2007માં રાજસ્થાનમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન બની હતી. હોલીવુડ સ્ટાર અને એઈડ્સ જાગૃતિ પ્રચારકને જાહેરમાં ચુંબન કરવા બદલ શિલ્પા વિરુદ્ધ 2007માં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

હવે આ કેસમાં અભિનેત્રીને નિર્દોષ જાહેર કરવામાં આવી છે. વેબસાઈટ ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી આ કેસમાં શિલ્પા શેટ્ટીને નિર્દોષ જાહેર કરી છે. મેજિસ્ટ્રેટના મતે શિલ્પા શેટ્ટી સામેના આરોપો પાયાવિહોણા હતા. આથી અભિનેત્રીને આરોપોમાંથી મુક્ત કરવામાં આવી હતી.

સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?

પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજો રજૂ કર્યા પછી, મેજિસ્ટ્રેટ સંતુષ્ટ થયા કે શિલ્પા શેટ્ટી સામેના આરોપો પાયાવિહોણા છે. તેથી, અભિનેત્રીને ગુનામાંથી મુક્ત કરવામાં આવી હતી.મેજિસ્ટ્રેટે પોતાના નિવેદનમાં કહ્યું કે, ફરિયાદમાં શિલ્પા શેટ્ટીનો કોઈ પ્રકારનો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું નથી. નોંધનીય છે કે, વર્ષ 2007માં જ્યારે રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને કિસ કરી હતી ત્યારે તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ, રાજસ્થાનના મુંડાવરમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેર સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં આરોપીઓ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 292, 293, 294 (અશ્લીલતા) હેઠળ Information Technology and Indecent Representation of Women (Prohibition) Actજોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની શિલ્પા શેટ્ટીની અરજીને 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ ફરિયાદ અને ટ્રાન્સફર કેસની સુનાવણી મુંબઈના Ballard Pier ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહી હતી.શિલ્પા શેટ્ટીના વકીલ મધુકર દલવીના જણાવ્યા અનુસાર, તેમને ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 239 (પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજોને ધ્યાનમાં લીધા પછી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે) અને 245 (પુરાવાને ધ્યાનમાં લીધા પછી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે) શિલ્પા શેટ્ટીએ તેની અરજી દ્વારા કોર્ટને કહ્યું હતું કે તેની એકમાત્ર ભૂલ એ છે કે તેણે રિચર્ડ ગેરના ચુંબનનો વિરોધ કર્યો ન હતો, જે ગુનો ન હોઈ શકે.

આ પણ વાંચોઃ

Photo : વગર મેકઅપ પણ ખૂબ સુંદર દેખાય છે શ્રદ્ધા કપૂર, તેની આ તસવીરો દિલ જીતી લેશે

આ પણ વાંચોઃ

Mouni Roy Wedding: લગ્ન માટે ગોવા જવા નીકળી મૌની રોય, ગુરુવારે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લેશે સાત ફેરા

g clip-path="url(#clip0_868_265)">