અનંત અંબાણીના લગ્નમાં હાર્દિક પંડ્યા એ મંગાવી “ટકીલા” ? વાયરલ થયો Video
અંનતના લગ્નના વરઘોડમાં હાર્દિક એટલો નાચ્યો કે નાચી નાચીને થાકી ગયો તો તરસ છુપાવા માટે ખાસ ડ્રિન્ક મંગાવી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અંબાણી પરિવારના નાના દીકરાના લગ્નમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાર્દિક અનંતના લગ્ન પત્ની નતાશા વગર પહોચ્યોં હતો પણ હાર્દિક અનંતના લગ્નમાં ખુબ એન્જોય કરતો જોવા મળ્યો હતો. અંનતના લગ્નના વરઘોડમાં હાર્દિક એટલો નાચ્યો કે નાચી નાચીને થાકી ગયો તો તરસ છુપાવા માટે ખાસ ડ્રિન્ક મંગાવી તે ખાસ ડ્રિંન્ડ ટકીલા બે શોટ હતા. હાર્દિકનો ટકીલા મંગાવતો એક વીડિયો સામે આવ્યો છે.
અનંતના વરઘોડામાં હાર્દિકે મંગાવી સ્પેશિયલ ડ્રિન્ક
હાર્દિકનો આ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન હાર્દિક વેઈટરની સામે ઈશારા કરીને કંઈક ઓર્ડર કરતો જોવા મળ્યો હતો. તેણે વેટરને ઈશારો કરતા કહ્યું કે ટકીલાના બે શોટ લઈ આવો. જોકે આ વાયરલ વીડિયોમાં હાર્દિકનો અવાજ પણ ક્લિયરલી સંભળાય રહ્યો છે જેના પરથી તે ટકિલા લઈ આવવા વેઈટરને કહે છે.
2 Tequila pic.twitter.com/cNWyk9lFoy
— Trendulkar (@Trendulkar) July 13, 2024
અનંતના વરઘોડામાં નાચ્યો હાર્દિક
હાર્દિક પંડ્યા તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો આનંદ માણી રહ્યો છે અને તે યોગ્ય છે. હાલમાં જ વર્લ્ડ કપ જીતનાર ભારતીય વાઇસ કેપ્ટનના નસીબમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હાર્દિક હંમેશા પાર્ટીનો જીવ રહ્યો છે અને તે જે કરી રહ્યો છે તેનાથી ક્યારેય ડરતો નથી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ પણ જોઈ શકાય છે. જેમાં રણબીર કપૂરથી લઈને અર્જુન કપૂર અને કેટરિના કૈફ સુધી બધા એકસાથે જોવા મળ્યા હતા. આ બધાએ અનંત અંબાણીના લગ્નમાં ચાર્મ ઉમેરવાનું કામ કર્યું.
T20 વર્લ્ડ કપમાં પંડ્યા ચમક્યો
તમને જણાવી દઈએ કે હાલમાં જ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી જીતી છે. પંડ્યાનું અહીં પ્રદર્શન વખાણવાલાયક હતું. તેણે બ્લુ ટીમને જીત અપાવવા માટે બેટ અને બોલ બંને વડે શાનદાર પ્રદર્શન કર્યું.
પંડ્યાએ ટીમ માટે બેટિંગ કરતાં કુલ 6 ઇનિંગ્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન 1 અડધી સદીની મદદથી તે 144 રન બનાવવામાં સફળ રહ્યો હતો. બોલિંગ દરમિયાન તેને 8 ઇનિંગ્સમાં 11 સફળતા મળી હતી. ટૂર્નામેન્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ફાઈનલ મેચમાં 20 રન આપતાં 3 વિકેટ હતી.