ફરહાન અખ્તર અને પોતાના વિશે આવી વાત સાંભળીને ગૌહર ખાન થઈ ગુસ્સે, જાણો શું છે મામલો

|

Feb 28, 2022 | 6:45 PM

ગૌહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બિન્દાસ સ્વભાવ માટે તે ખૂબ જ લોકપ્રિય છે. ગૌહર અને શિબાની દાંડેકર એક શોમાં સહ-સ્પર્ધક રહી ચૂકી છે.

ફરહાન અખ્તર અને પોતાના વિશે આવી વાત સાંભળીને ગૌહર ખાન થઈ ગુસ્સે, જાણો શું છે મામલો
Gauahar react on Farhan Akhtar and Shibani Dandekar Marriage

Follow us on

Viral : તાજેતરમાં જ ફરહાન અખ્તર (Farhan Akhtar) અને શિબાની દાંડેકરના (Shibani Dandekar) લગ્ન ખુબ ચર્ચામાં હતા. ચાહકોથી લઈને તમામ સેલેબ્સે ફરહાન અને શિબાનીને લગ્ન માટે અભિનંદન આપ્યા, જ્યારે  કેટલાક સેલેબ્સ લગ્ન અને અન્ય ફંક્શનમાં જોડાઈને શિબાની અને ફરહાનની ખુશીઓમાં સામેલ થયા હતા.

સેલેબ્સે શિબાની અને ફરહાનને શુભેચ્છા પાઠવી

કોઈએ સોશિયલ મીડિયા દ્વારા શિબાની અને ફરહાનને શુભેચ્છા પાઠવી. અભિનેત્રી ગૌહર ખાને પણ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા. ગૌહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બિન્દાસ સ્વભાવ માટે તે ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે, ગૌહર અને શિબાની દાંડેકર પણ એક શોમાં સહ-સ્પર્ધક રહી ચૂકી છે.

એ દરમિયાન ફરહાન અખ્તર ‘આઈ કેન ડુ ધેટ’ શો હોસ્ટ કરી રહ્યો હતો. તાજેતરમાં ફરહાન અને શિબાનીના લગ્ન પછી જ્યારે ગૌહરે નવા યુગલને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. સાથે તેણે એ પણ કહ્યું હતું કે તે સમયે રિયાલિટી શોમાં બધી એક્ટ્રેસ ફરહાન અખ્તર પર ધ્યાન આપતી હતી. ફરહાન અખ્તર તે સમયે છોકરીઓનો ક્રશ હતો.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

ગૌહર ખાનને કેમ ગુસ્સો આવ્યો ?

આવી સ્થિતિમાં કેટલાક અહેવાલોમાં આ વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવી હતી. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ‘ગૌહર ખાનને ફરહાન અખ્તર પર ક્રશ હતો’. આવી સ્થિતિમાં ગૌહર ખાન ખૂબ ગુસ્સે થઈ ગઈ. જેથી ગૌહરે ટ્વિટર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

 

ગૌહરે સ્પષ્ટતા કરી

ગૌહરે કહ્યુ કે, ફરહાન અમારો સ્ટાર હોસ્ટ હતો. ફરહાન અને શિબાનીએ લગ્ન કરી લીધા તે માટે હું બંને માટે ખૂબ જ ખુશ છું. તમે સારી અને સુંદર ક્ષણોમાં પણ આવી વાતો કરો છો, મહેરબાની કરીને તેમની સુંદર ક્ષણોને બગાડો નહીં.

અન્ય એક ટ્વિટમાં ગૌહરે ગુસ્સામાં કહ્યું, શરમજનક, મને આશ્ચર્ય થાય છે કે એક તરફ દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, સમય સમાપ્ત થઈ રહ્યો છે, લોકો મરી રહ્યા છે, લોકો જીવવાનું કારણ ગુમાવી રહ્યા છે, દરેક જગ્યાએ નફરત ફેલાઈ રહી છે, આવી સ્થિતિમાં લોકો જૂઠ ફેલાવવાનું બંધ નથી કરી રહ્યા.

આ પણ વાંચો : Pehchan Kon: શું તમે આ બાળકીને ઓળખી શકો છો ? આજે છે તેમના લાખો ચાહકો

Next Article