Chup-Revenge Of The Artist: સની દેઓલ લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે, અક્ષય કુમારે શેર કર્યું મોશન પોસ્ટર

અક્ષય કુમારે આર. બાલ્કીની આગામી ફિલ્મ ચુપ: રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ (Chup Revenge Of the Artist) નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ (Sunny Deol), દુલકર સલમાન (Dulquer Salmaan) અને પૂજા ભટ્ટ (Pooja Bhatt) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Chup-Revenge Of The Artist: સની દેઓલ લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે, અક્ષય કુમારે શેર કર્યું મોશન પોસ્ટર
Chup-Revenge Of The Artist
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 4:13 PM

બોલિવૂડ અભિનેતા સની દેઓલે (Sunny Deol) લાંબા સમય સુધી મોટા પડદાથી અંતર રાખ્યું છે. તેઓ છેલ્લે વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ બ્લેન્ક (Blank)માં જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર સની દેઓલ એક્શન કરતા જોવા મળશે. અક્ષય કુમારે સની દેઓલની નવી ફિલ્મ ચુપ: રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ (Chup: Revenge Of The Artist) ની જાહેરાત કરી છે.

ચુપમાં સની દેઓલની સાથે દુલકર સલમાન (Dulquer Salmaan), પૂજા ભટ્ટ (Pooja Bhatt) અને શ્રેયા ધનવંતરી (Shreya Dhanwanthar) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ચુપના મોશન પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યું – આ જોયા પછી તમે ચૂપ નહીં રહી શકો. મારી પાસે ઘણા પ્રશ્નો છે. કેવું અદ્ભુત પોસ્ટર છે. હું તેને જોવા માટે આતુરતાથી રાહ જોઉં છું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પણ શેર કર્યું પોસ્ટર

ઘણા બોલિવૂડ સેલેબ્સે આ ફિલ્મનું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું – ચુપ… મોશન પોસ્ટર. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2022 માં થિયેટરોમાં રિલીઝ થશે. આર. બાલ્કીએ આ ફિલ્મ લખી છે અને તે તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે હજુ સુધી વધારે માહિતી આપવામાં આવી નથી.

સની દેઓલની વાત કરીએ તો તેમણે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ફિલ્મ બેતાબ (Betaab)થી કરી હતી. આ ફિલ્મમાં તેમની સામે અમૃતા સિંહ (Amrita Singh) મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. અમૃતા સિંહે પણ આ ફિલ્મ સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. સની દેઓલે પોતાની બોલિવૂડ કારકિર્દીમાં અત્યાર સુધી દામિની (Damini),ઘાતક (Ghatak), ડર (Darr), ગદર (Gadar) જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં તેમના પિતા ધર્મેન્દ્ર અને પુત્ર કરણ સાથે અપને 2 (Apne 2) માં પણ જોવા મળશે.

દુલકર સલમાન વિશે વાત કરીએ તો, તેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે લોકપ્રિય અભિનેતા મમૂર્તિનો પુત્ર છે. તેમણે બોલિવૂડ ફિલ્મ કારવા (Karwaan) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે ઈરફાન ખાનની સાથે જોવા મળ્યા હતા. આ પછી તે સોનમ કપૂર સાથે ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં દેખાયા હતા.

આ પણ વાંચો :- 750 કરોડ રૂપિયા છે નિતેશ તિવારીની ‘Ramayan’નું બજેટ, રિતિક રોશન-રણબીર કપૂરને મળી રહી છે જંગી ફી?

આ પણ વાંચો :-‘Sardar Udham’માં દિવંગત અભિનેતા ઈરફાન ખાનને રિપ્લેસ કરવા પર બોલ્યા વિક્કી કૌશલ, દરેક શોટ તેમના નામે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">