AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

750 કરોડ રૂપિયા છે નિતેશ તિવારીની ‘Ramayan’નું બજેટ, રિતિક રોશન-રણબીર કપૂરને મળી રહી છે જંગી ફી?

તમને જણાવી દઈએ કે જો ફિલ્મમાં રામના રોલ માટે રણબીર કપૂરને સાઈન કરવામાં આવ્યો હોય તો કોઈ પણ સંજોગોમાં કરીના કપૂર ખાનને સીતાનો રોલ ઓફર કરવામાં આવ્યો ન હોય. બધા જાણે છે કે કરીના રણબીર કપૂરની કઝીન છે.

750 કરોડ રૂપિયા છે નિતેશ તિવારીની 'Ramayan'નું બજેટ, રિતિક રોશન-રણબીર કપૂરને મળી રહી છે જંગી ફી?
Hrithik Roshan, Ranbir Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:22 PM
Share

રિતિક રોશન (Hrithik Roshan) અને રણબીર કપૂર (Ranbir Kapoor) તેમની અભિનય કારકિર્દીના ઈતિહાસમાં સૌથી મોટી ભૂમિકાઓ ભજવવા માટે તૈયાર છે. નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણમાં આ જોડી રામ અને રાવણની ભૂમિકા ભજવતી જોવા મળશે.

એક તરફ રિતિક આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવશે. બીજી બાજુ રણબીર રામના રોલમાં જોવા મળશે. દરમિયાન, એવું સામે આવ્યું છે કે રિતિક અને રણબીરને આ ફિલ્મ માટે ફી તરીકે કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.

અહેવાલ મુજબ ફિલ્મ 750 કરોડના બજેટ સાથે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. એક વેબસાઈટે તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ સમાચાર લખ્યા છે કે પ્રોડક્શનના નજીકના લોકો દાવો કરે છે કે રિતિકને રાવણ અને રણબીરને રામની ભૂમિકા ભજવવા માટે 75-75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.

કોણ હશે ફિલ્મમાં સીતા?

હાલમાં ફિલ્મના બજેટ અને રિતિક અને રણબીરની ફી અંગે પ્રોડક્શન બાજુ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, ન તો કલાકારો દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આ સમાચારમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ ટીવી 9 ગુજરાતી કરતું નથી. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એવું પણ લખવામાં આવ્યું છે કે બાકીના બજેટનો ઉપયોગ આ મહાકાવ્ય બનાવવા માટે કરવામાં આવશે. સૂત્રનો દાવો છે કે નિતેશ તિવારી દ્વારા બનાવવામાં આવી રહેલી આ રામાયણ એટલી ભવ્ય હશે, જેવી પહેલા ક્યારેય નહોતી બની.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિતેશ તિવારી અને તેમની ટીમ હાલમાં સીતાનું પાત્ર ભજવવા માટે એક આદર્શ અભિનેત્રીની શોધમાં છે, પરંતુ સૂત્રે કરીના કપૂર ખાનની ફિલ્મમાં જોડાવાની અફવાઓને રદિયો આપ્યો અને કહ્યું કે આ સમાચાર કરીના કપૂરની માર્કેટિંગ ટીમ દ્વારા ચલાવવામાં આવ્યા હતા. કરીના પ્રતિભાશાળી છે, પરંતુ તે ભૂમિકા માટે બિલકુલ યોગ્ય નથી.

તમને જણાવી દઈએ કે જો ફિલ્મમાં રામના રોલ માટે રણબીર કપૂરને સાઈન કરવામાં આવ્યો હોય તો કોઈ પણ સંજોગોમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor)ને સીતાનો રોલ ઓફર કરવામાં આવ્યો ન હોય. બધા જાણે છે કે કરીના રણબીર કપૂરની કઝીન છે. આવી સ્થિતિમાં એક કઝીન કેવી રીતે ભાઈની સામે લેડી લવની ભૂમિકા નિભાવી શકે છે.

આ પણ વાંચો:- Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

આ પણ વાંચો:- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">