Nikita Porwal : કોણ છે નિકિતા પોરવાલ ? જેને મળ્યો ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ, જાણો તેના શોખ અને જોબ વિશે

|

Oct 17, 2024 | 2:25 PM

Femina Miss India 2024 : મધ્યપ્રદેશની નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. 16 ઓક્ટોબરે મુંબઈમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Nikita Porwal : કોણ છે નિકિતા પોરવાલ ? જેને મળ્યો ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ, જાણો તેના શોખ અને જોબ વિશે
Who is Nikita Porwal

Follow us on

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની રહેવાસી નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. આ ઇવેન્ટ ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધાની 60મી આવૃત્તિ હતી. 16 ઓક્ટોબરે મુંબઈમાં ફેમિના મિસ ઈન્ડિયા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નિકિતા પોરવાલે માત્ર 18 વર્ષની ઉંમરે હોસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. નિકિતાએ પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. તેના પરિવાર વિશે વાત કરીએ તો નિકિતાના પિતા અશોક પોરવાલ પેટ્રો-કેમિકલ બિઝનેસમેન છે. અભિનય સિવાય તેને પુસ્તકો વાંચવાનો, લેખનનો, પેઇન્ટિંગનો અને ફિલ્મો જોવાનો શોખ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

નિકિતાએ સ્નાતકની ડિગ્રી મેળવી છે

નિકિતા પોરવાલના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે બેચલર ઓફ પરફોર્મિંગનો અભ્યાસ કર્યો છે, જેમાં તેની વિશેષતા ડ્રામા રહી છે. થોડાં મહિના પહેલા તેની ફિલ્મ ‘ચંબલ પાર’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે.

મિસ વર્લ્ડ માટે દેશનું પ્રતિનિધિત્વ કરશે

નિકિતાના લેખન વિશે વાત કરીએ તો તેણે માત્ર એક નહીં પરંતુ ઘણા નાટકો લખ્યા છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંનેનો સમાવેશ થાય છે. તેમણે કૃષ્ણલીલા પણ લખી છે, જે 250 પાનાની છે. નિકિતા વર્ષ 2026માં યોજાનારી મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપરા અને 2017માં માનુષી છિલ્લર પછી દેશ નવા મિસ વર્લ્ડ એવોર્ડની રાહ જોઈ રહ્યો હતો.

ફેમિના મિસ ઈન્ડિયા 2024ની રનર અપ

ફેમિના મિસ ઈન્ડિયા 2024 ની રનર-અપ વિશે વાત કરીએ તો પ્રથમ રનર અપ રેખા પાંડે અને બીજી રનર અપ આયુષી ધોળકિયા હતી. રેખા પાંડે દાદરા અને નગર હવેલી અને આયુષી ધોળકિયા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. નિકિતાને ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તાએ તાજ પહેરાવ્યો હતો અને નેહા ધૂપિયાએ તેને મિસ ઈન્ડિયાનો ખિતાબ આપ્યો હતો.

 

Next Article