કેટરિના કૈફ વિશે આવું કંઈક બોલ્યા પછી ડરી ગયો વિકી કૌશલ, કહ્યું- ‘આજ ખાના નહીં મિલેગા’

વિકી કૌશલે (Vicky Kaushal) એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસ વાઈફ કેટરિના કૈફ માટે એવી વાત કહી કે પછીથી તે ડરી ગયો. તેને ચિંતા સાથે કહ્યું કે આજે મને ઘરે ખાવાનું નહીં મળે. ગોવિંદા નામ મેરા ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 ડિસેમ્બર 2022ના રોજ રીલિઝ થશે.

કેટરિના કૈફ વિશે આવું કંઈક બોલ્યા પછી ડરી ગયો વિકી કૌશલ, કહ્યું- 'આજ ખાના નહીં મિલેગા'
vicky kaushal- katrina kaif
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 24, 2022 | 10:01 PM

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર 20 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારબાદ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશનમાં લાગી ગઈ છે. પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં વિકીએ તેની પત્ની કેટરિના કૈફ વિશે વાત કરી. વિકી કૌશલે પત્ની કેટરિના કૈફને કોરિયોગ્રાફ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેની ડાન્સ સ્કિલની મજાક કરતા વિકીએ મજાક કરી કે તેની પત્ની કદાચ ઈન્ટરવ્યુ જોશે તો તેને ઘરે ખાવાનું નહીં મળે. એક્ટર તેની અપકમિંગ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ માટે તૈયારી કરી રહ્યો છે.

‘ગોવિંદા નામ મેરા’માં વિકી કૌશલ સિવાય ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આમાં વિકી કોરિયોગ્રાફરના રોલમાં જોવા મળે છે. ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં વિકી અને ફિલ્મના અન્ય સ્ટાર્સને પૂછવામાં આવ્યું હતું કે જો તક આપવામાં આવે તો તેઓ કોને કોરિયોગ્રાફ કરવા ઈચ્છશે.

વિકીએ લીધું કેટરિનાનું નામ

વિકીએ વાતચીત કરતા કહ્યું, ‘હું કેટરિના કૈફને કોરિયોગ્રાફ કરવા માંગુ છું, તે સારો ડાન્સ કરે છે, તે ટેલેન્ડ છે, તે વધુ સારું કરી શકે છે. આજે ખાવાનું નહીં મળે.” જવાબ સાંભળીને બધા હસી પડ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. એક્ટરે એ પણ જણાવ્યું કે લગ્ન પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.

વિકી કૌશલના 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા લગ્ન

વિકી કૌશલ આગળ કહે છે, ‘હકીકતમાં પરિવર્તન એ એક સ્ટ્રોન્ગ વર્ડ છે. જીવન સારું બન્યું છે, સૂકુન છે અને શાંતિ છે. તે એક સારી વાત છે, તે ખરેખર સારી છે. વિકીએ રાજસ્થાનમાં 9 ડિસેમ્બર 2021ના રોજ કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયા હતા. લગ્ન પહેલા આ કપલે થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ બંને કલાકારોએ તેમના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા અને જાહેરમાં એકબીજા વિશે વાત કરી ન હતી.

ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?

વિકી કૌશલની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ વિશે વાત કરીએ, તો આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 ડિસેમ્બર 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી વિકીની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે જ્યારે ભૂમિ પેડનેકર તેની પત્નીનો રોલ કરી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati