એક તરફ ફિલ્મનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે વિદેશમાં The Kerela Story રિલીઝ કરવાની માંગ ઉઠી
ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' 5 મેના રોજ રીલિઝ થઈ છે.ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ઓછા બજેટની ફિલ્મ માટે આ ખૂબ જ સારો આંકડો છે. લોકો ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે.
નેધરલેન્ડની પાર્ટી ઓફ ફ્રીડમના પ્રમુખ અને સાંસદ ગીર્ટ વાઈલ્ડર્સે તેમના ટ્વિટમાં લોકોને ઈસ્લામિક વિચારધારાના જોખમો અને બિન-મુસ્લિમ છોકરીઓના બળજબરીથી ધર્માંતરણથી વાકેફ કરવા માટે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ના વખાણ કર્યા છે. તેણે આ ફિલ્મની સફળતાની શુભેચ્છા પણ પાઠવી છે.
‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ ડચ સંસદમાં પણ બતાવવી જોઈએ!
અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું કે, મને આશા છે કે ભારત અને વિશ્વભરના તેના તમામ હિંદુ મિત્રો આ ફિલ્મ જોશે. આવી સારી ફિલ્મ આખા યુરોપમાં જોવી જોઈએ, કારણ કે યુરોપ પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને દિગ્દર્શક સુદીપ્તો સેને આ ફિલ્મ યુરોપના થિયેટરોમાં દર્શાવવી જોઈએ. જો ફિલ્મના નિર્માતાઓ પરવાનગી આપશે, તો તેણે કહ્યું કે તે નેધરલેન્ડની સંસદમાં ફિલ્મનું પ્રદર્શન કરશે.
This great movie #TheKerelaStory should also be seen in Europe!
Please show it in European cinema’s as well @sudiptoSENtlm and #VipulAmrutlalShah.
I will proudly show it in the Dutch parliament if you wish. #KeralaStoryRevealsFacts #SaveOurDaughters pic.twitter.com/PHmOU7An6r
— Geert Wilders (@geertwilderspvv) May 6, 2023
ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કેરલ સ્ટોરીએ કાશ્મીર ફાઇલોને પણ પાછળ છોડી દીધી છે. એક તરફ ફિલ્મનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશ્ચર્યજનક છે.ફિલ્મ ધ કેરલ સ્ટોરીની કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી રહી છે.આ ફિલ્મ દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ જ્યાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો કેટલીક જગ્યાએ આ ફિલ્મ પર પ્રતિબંધ છે. આટલું બધું હોવા છતાં ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો : વિરોધ અને પ્રતિબંધ વચ્ચે The Kerala Storyનો દબદબો, 5 દિવસમાં 50 કરોડને પાર !
ઓછા બજેટની ફિલ્મ માટે આ ખૂબ જ સારો આંકડો છે.ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ 5 મેના રોજ રીલિઝ થઈ છે. રિલીઝ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ફિલ્મ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને રાજ્યમાં તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે તેમણે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
મધ્યપ્રદેશ અને યુપીમાં ધ કેરલ સ્ટોરી The Kerala Story ટેક્સ ફ્રી
મધ્યપ્રદેશ બાદ હવે યુપીમાં પણ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ (The Kerala Story)ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ પહેલા મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે 6 મેના રોજ કહ્યું હતું કે ધ કેરલ સ્ટોરી આતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ છે. મધ્યપ્રદેશમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ફિલ્મને લઈને એક ટ્વિટ કર્યું હતુ.
શું છે ફિલ્મની સ્ટોરી?
આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે જેઓ લગ્ન પછી ઇસ્લામ ધર્મ સ્વીકારે છે અને પછી ISIS કેમ્પમાં તસ્કરી કરે છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…