AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez Hollywood Movie: જેકલીન ફર્નાન્ડિઝે શેર કર્યું છે તેની હોલીવુડ ફિલ્મનું પહેલું પોસ્ટર

હાલમાં જેકલીન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ 'ટેલ ઈટ લાઈક અ વુમન'નું પહેલું પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. જેનું 8 મહિલા નિર્માતાઓએ નિર્દેશન કર્યું છે.

Jacqueline Fernandez Hollywood Movie: જેકલીન ફર્નાન્ડિઝે શેર કર્યું છે તેની હોલીવુડ ફિલ્મનું પહેલું પોસ્ટર
Jacqueline Fernandez Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 3:45 PM
Share

હિન્દી સિનેમામાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે બોલિવૂડથી (Bollywood) હોલીવુડ સુધીની સફર પૂરી કરી છે. બોલીવુડમાંથી હોલીવુડ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) શરૂ કર્યો હતો. તેમના પછી આ લિસ્ટમાં તમામ નામ સામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં બીજું એક નામ સામેલ છે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez). હાલમાં એક્ટ્રેસે તેની હોલીવુડ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તો જુઓ જેકલીન ફર્નાન્ડીઝની હોલીવુડ ફિલ્મનું આ પોસ્ટર?

એક્ટ્રેસે આજે ​​તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ ‘ટેલ ઈટ લાઈક અ વુમન’નું પહેલું પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને આઠ મહિલા ફિલ્મ નિર્માતાઓએ નિર્દેશન કર્યું છે. આ જ કારણ છે કે જેક્લિને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને લખ્યું કે એક્ટ્રેસને આ પ્રોજેક્ટનો ભાગ બનવા પર ગર્વ છે.

આ પણ વાંચો

અહીં જુઓ જેકલીન ફર્નાન્ડીઝની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

પોસ્ટરમાં હોલીવુડની કઈ-કઈ અભિનેત્રીઓ છે?

જેકલીન ફર્નાન્ડિઝે તેની હોલીવુડ ફિલ્મનું આ પોસ્ટર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ ‘ટેલ ઈટ લાઈક અ વુમન’નું પહેલું પોસ્ટર શેર કરવાની સાથે તેણે કો-સ્ટાર્સ અને નિર્દેશકોની તસવીર પણ શેર કરી છે. આ પોસ્ટરમાં જેકલીનની સાથે માર્ગેરિટા બાય, ઈવા લોંગોરિયા, કારા ડેલેવિંગને, એની વતનબે, જેનિફર હડસન અને માર્સિયા ગે હાર્ડન પણ જોવા મળી રહી છે.

પોસ્ટની સાથે નિર્માતોઓનો જેકલીને માન્યો આભાર

પોસ્ટર શેર કરવાની સાથે જ જેકલીન ફર્નાન્ડિઝે તેની પોસ્ટ સાથે એક કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે મને આ પ્રોજેક્ટનો ભાગ બનાવવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તેણે ફિલ્મના નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો અને લખ્યું નિર્માતાઓનો આભાર જેમનું આટલી જબરદસ્ત ફિલ્મ પાછળ આટલું મોટું યોગદાન છે. હું તમને બધાને ફિલ્મમાં જોવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.

જેકલીન પાસે છે ઘણા પ્રોજેક્ટ

જેકલીન ફર્નાન્ડીઝના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એક્ટ્રેસ અક્ષય કુમાર સાથે ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળી હતી. આ સિવાય તે પોતાની અપકમિંગ ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ સાથે લીડ રોલમાં જોવા મળશે. આટલું જ નહીં જેકલીન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે અક્ષય સાથે તેની ફિલ્મ રામ સેતુમાં પણ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">