Ligerનું પેપી નંબર ‘અકડી પકડી’નું ટીઝર રિલીઝ, આ ગીત તમને નાચવા પર મજબુર કરી દેશે, જુઓ વીડિયો

આ ગીતમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે અલગ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. 'અકડી પકડી' ગીત લિજો જ્યોર્જ-ડીજે ચેતસે કમ્પોઝ કર્યું છે.

Ligerનું પેપી નંબર 'અકડી પકડી'નું ટીઝર રિલીઝ, આ ગીત તમને નાચવા પર મજબુર કરી દેશે, જુઓ વીડિયો
Akdi Pakdi Song Teaser Out
Follow Us:
| Updated on: Jul 08, 2022 | 7:06 PM

સાઉથના એક્ટર વિજય દેવરાકોંડા (Vijay Deverakonda)ની આગામી ફિલ્મ Ligerના કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. પરંતુ ફિલ્મ વિશે મેકર્સે થોડા દિવસો પહેલા જ ખુલાસો કર્યો હતો કે તેનું પહેલું ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે અને 8 જુલાઈએ આ ગીત ‘અકડી પાકડી’ (Akdi Pakdi)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે અલગ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. જો કે આ ગીત હજુ સુધી રિલીઝ થયું નથી.

આ ગીત 11 જુલાઈએ સાંજે 4 વાગ્યે રિલીઝ થશે

‘અકડી પાકડી’ ગીત લિજો જ્યોર્જ-ડીજે ચેતસે કમ્પોઝ કર્યું છે. આ પેપી નંબર 11 જુલાઈએ સોની મ્યુઝિક પર રિલીઝ થવા જઈ રહ્યો છે. ગીતના ટીઝરની શરૂઆત વિજય દેવેરાકોંડાથી થાય છે. મોંમાં તણખલુ લઈને વિજયની એન્ટ્રી થાય છે તે ખુરશી પર બેઠ છે અને પછી બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ‘લેટ્સ ગો બોયઝ’ બોલતી જોવા મળે છે. ગીતમાં સાઉથનો ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી સાઉથના દર્શકો પણ તેની સાથે સારી રીતે રિલેટ કરી શકે. ટીઝરના અંતે વિજય અને અનન્યા એકબીજાને ભેટે છે. ગીત પૂરું થતાંની સાથે જ કહેવામાં આવ્યું છે કે ‘અકડી પકડી’ ગીત 11 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે રિલીઝ થશે.

હાલમાં જ આ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

ગીતના પોસ્ટરમાં વિજય દેવરાકોંડા લાલ બ્લેઝરમાં જોવા મળે છે અને અનન્યા પાંડેને સીટી વગાડવામાં મદદ કરી રહ્યો છે. પરંતુ ગીતમાં બંને અલગ અંદાજમાં જોવા મળે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે

આ ફિલ્મને લઈને લોકોમાં ઘણા સમયથી ક્રેઝ છે. આ ફિલ્મ વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. જો કે આ ફિલ્મ ઘણા સમયથી બની રહી છે. વિજય દેવરાકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. પુરી જગન્નાથે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. વિજયની સાથે પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા, અનન્યા પાંડે અને માઈક ટાયસન ઉપરાંત રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">