AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khuda Haafiz-II Movie Review: એક્શન-ઈમોશન-ડ્રામાથી ભરપૂર છે વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’, દર્શકોનો મળી રહ્યો છે પોઝિટિવ રિસ્પોન્સ

એક્શન, ઈમોશન અને ડ્રામાથી ભરપૂર વિદ્યુત જામવાલની (Vidyut Jammwal) ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Khuda Haafiz-II Movie Review: એક્શન-ઈમોશન-ડ્રામાથી ભરપૂર છે વિદ્યુત જામવાલની 'ખુદા હાફિઝ ચેપ્ટર 2', દર્શકોનો મળી રહ્યો છે પોઝિટિવ રિસ્પોન્સ
Khuda-Haafiz-Chapter-2-Agni-Pareeksha Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 4:54 PM
Share

ફિલ્મ: ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા

કાસ્ટ: વિદ્યુત જામવાલ, શિવાલીકા ઓબેરોય, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, ઋદ્ધિ શર્મા

નિર્દેશક: ફારૂક કબીર

આ પણ વાંચો

નિર્માતા: કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક

રેટિંગ: 2/5

શું છે ફિલ્મની વાર્તા?

ખુદા હાફિઝની ઓટીટી પર શાનદાર સફળતા બાદ, પેનોરમા સ્ટુડિયોના ફેન્સ માટે ફિલ્મનું બીજું ચેપ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ખુદા હાફિઝ ચેપ્ટર II અગ્નિ પરિક્ષામાં (Khuda Hafiz II- Agni Pariksha) વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) અને શિવાલીકા ઓબેરોયની જબરદસ્ત એક્ટિંગ લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 8 જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ એક્શન ડ્રામા વિદ્યુત અને શિવાલિકાના મુખ્ય પાત્રો સમીર અને નરગીસની લવ સ્ટોરી દર્શાવે છે. આ ફિલ્મમાં બંનેએ તમામ પરિસ્થિતીઓ અને સમાજે બનાવેલા પડકારોનો સામનો કરવો પડે છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને આવી રહ્યા છે રિએક્શન્સ

વર્ષ 2020ના કોરોનાકાળ પછી વિદ્યુત પહેલીવાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ એક્શન, ઈમોશન અને ડ્રામાથી ભરપૂર હશે. જ્યાં એક તરફ દર્શકોએ ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદી છે. આ ફિલ્મે સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ધૂમ મચાવી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ટ્વિટર પર #KhudaHaafizChapter2 ટ્રેન્ડ કરી રહ્યું છે. આવામાં વિદ્યુતની ફિલ્મ વિશે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે. જો રિપોર્ટનું માનીયે તો ટ્રેડ પંડિતો પણ ફિલ્મના કલેક્શનને લઈને પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

રિવ્યુ અને અભિનય

ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિપરીક્ષા કલેક્શનની સમગ્ર જવાબદારી તેના ઓપનિંગ અને પહેલા વીકએન્ડ પર રહે છે. હોલિવૂડની ફિલ્મ થોરઃ લવ એન્ડ થંડર સાથે ટકરાવાના કારણે ફિલ્મની સફળતાનો માર્ગ એટલો સરળ નથી. પરંતુ, એક્ટરની દમદાર એક્ટિંગ અને ફેન ફોલોઈંગ ફિલ્મને સફળ બનાવવામાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

અંત સુધી બાંધી રાખશે ફિલ્મ

ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને તમારી ખુરશીઓ સાથે બાંધીને રાખશે. તેની વાર્તા તમને પહેલા પાર્ટની સારી રીતે યાદ અપાવશે. પ્રથમ હાફ તમને ખૂબ જ ઈમોશનલ પણ કરશે, પરંતુ તે સાથે સાથે તમારું મનોરંજન પણ કરશે. જેમ જેમ સ્ક્રીનપ્લે આગળ વધશે તેમ તેમ તમે તમારા મનને વિચારવા મજબૂર કરશે કે સમીર, નંદનીને બચાવીને તેને પાછી લાવવી જોઈએ. પરંતુ સેકન્ડ હાફમાં કેટલીક બાબતો તમને વધુ પડતી ખેંચાતી લાગી શકે છે, પરંતુ એકશન જોવાની તમારી ભૂખ ઈન્ટરવલ પછી જ પૂરી થશે. ફિલ્મમાં વિદ્યુત તેની જૂની સ્ટાઈલમાં એક્શન ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">