Crime : સલમાન ખાન પર હુમલાનું કાવતરું ઘડનારા 5મા આરોપીની હરિયાણામાંથી ધરપકડ, અનેક મહત્વના ખુલાસા થશે

|

Jun 03, 2024 | 7:55 AM

Mumbai News : નવી મુંબઈથી મળેલા ઈનપુટના આધારે હરિયાણા પોલીસે ભિવાનીમાંથી પાંચમા આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સલમાન ખાનની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ દ્વારા કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Crime : સલમાન ખાન પર હુમલાનું કાવતરું ઘડનારા 5મા આરોપીની હરિયાણામાંથી ધરપકડ, અનેક મહત્વના ખુલાસા થશે
salman khan

Follow us on

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પર ફરીથી હુમલો કરવાના કાવતરાના કેસમાં પાંચમી ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષના જોની વાલ્મિકીની હરિયાણાના ભિવાનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. નવી મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાનને મારવા માટે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ દ્વારા નવું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ જ કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવી મુંબઈ પોલીસના ઈનપુટના આધારે હરિયાણા પોલીસે આ ધરપકડ કરી છે.

જોની વાલ્મિકીની શનિવારે ધરપકડ કરી

હરિયાણા પોલીસે 37 વર્ષીય જોની વાલ્મિકી નામના આરોપીની ભિવાનીમાંથી ધરપકડ કરી છે. જોની વાલ્મિકીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેને નવી મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. મુંબઈ પોલીસની તપાસમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.

એપ્રિલ મહિનામાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

સલમાન ખાનને મારવા માટે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. નવી મુંબઈ પોલીસે આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું અને એપ્રિલ મહિનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી. તેની પૂછપરછ દરમિયાન જ જોની વાલ્મિકીનું નામ સામે આવ્યું હતું. આ પછી નવી મુંબઈ પોલીસે આ માહિતી હરિયાણા પોલીસ સાથે શેર કરી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

લોકલ સપોર્ટમાં સામેલ લોકો કોણ હતા?

પાંચમા આરોપીની ધરપકડ સાથે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ તમામને કોનો લોકલ સપોર્ટ હતો. લોકલ સપોર્ટમાં સામેલ લોકો કોણ છે? આ દરમિયાન પોલીસ આ કેસમાં અગાઉથી પકડાયેલા ચાર આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

પાકિસ્તાન સાથે પણ જોડાણ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈ અને કેનેડામાં રહેતા તેના પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે સલમાન ખાન પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ તમામે પાકિસ્તાની હથિયાર ડીલર પાસેથી AK-47 અને M-16 સહિત ઘણા આધુનિક હથિયારો ખરીદવાનું પણ કાવતરું ઘડ્યું હતું.

Next Article