Ramayana Box Office : રામાયણે ‘ધુરંધર’ અને ‘પઠાણ’ સહિતની આ 10 ફિલ્મોને પાછળ છોડી દીધી
રણબીર કપૂરની "રામાયણ" (Ramayana)ફિલ્મ રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે. દિવાળીને કારણે થોડો ધીમો પડેલો બિઝનેસ સોમવારે 100 કરોડને પાર કરી ગયો. જાણો ફિલ્મે કેટલી કમાણી કરી?

રણબીર કપૂરની ફિલ્મ રામાયણે પાંચમા દિવસે શાનદાર કમાણી કરી હતી. સોમવારના રોજ આમ તો ફિલ્મની કમાણી ઓછી થાય છે પરંતુ રામાયણ ફિલ્મને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. તહેવારો હોવા છતા મોટી સંખ્યામાં લોકો ફિલ્મો જોવા માટે પહોંચી રહ્યા છે. ફિલ્મે પાંચમાં દિવસે 100 કરોડની કમાણી કરી હતી. તેમજ વર્લ્ડવાઈડ બિઝનેસ પણ હવે 600 કરોડ પાર પહોંચ્યો છે. તો ચાલો જાણીએ કઈ 10 ફિલ્મે રણબીર કપૂરની રામાયણે પાંચમાં દિવસે પછાડી છે.
કુલ 107.50 કરોડ રુપિયાનો કારોબાર
હાલમાં સૈકનિલ્કના રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, રામાયણ ફિલ્મે પાંચમાં દિવસે ભારતમાં કુલ 107.50 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. તેમજ 23,911 કુલ શો બુક થયા છે. આ સાથે ભારતીય ગ્રોસ કલેક્શન અત્યાર સુધી 413.90 કરોડ રુપિયા થયું છે. આ સાથે ટોટલ નેટ કલેક્શન હવે 346.35 કરોડ રુપિયા છે. વાત કરીએ વર્લ્ડવાઈડ કલેક્શનની તો ફિલ્મે 663.90 કરોડનો કારોબાર કર્યો છે. 25 કરોડ રુપિય ઓવરસીઝથી કમાયા છે. કુલ ટોટલ કમાણી 250 કરોડ થઈ છે.
આ 10 ફિલ્મને પાછળ છોડી
જે 10 ફિલ્મને પાંચમાં દિવસે પાછળ છોડી છે. તેના વિશે વાત કરીએ તો આ 10 ફિલ્મોએ હિન્દીમાં પાંચમા દિવસે રામાયણથી ઓછી કમાણી કરી હતી. આ લિસ્ટમાં રણબીર કપૂરની ફિલ્મ રામાયણ ટોપ પર છે.
| ફિલ્મ | કલેક્શન પાંચમા દિવસે |
| રામાયણ | 87.25 કરોડ |
| ધુરંધર 2 | 60 કરોડ |
| પઠાણ | 58.50 કરોડ |
| ગદર 2 | 55.40 કરોડ |
| પુષ્પા 2 | 46.40 કરોડ |
| સુલ્તાન | 38.21 કરોડ |
| સ્ત્રી 2 | 38.10 કરોડ |
| વોર | 36.10 કરોડ |
| એનિમલ | 34.02 કરોડ |
| જવાન | 30.50 કરોડ |
ફિલ્મે ઓપનિંગ ડે પર 64.85 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 48.05 કરોડ, ત્રીજા દિવસે 69.80 કરોડ , ચોથા દિવસે 56.15 કરોડ અને પાંચમા દિવસે 100 કરોડથી વધારેની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, રામાયણ ફિલ્મ ખુબ મોટા બજેટમાં બની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી,યશ, સની દેઓલ સહિત અનેક મોટા સ્ટાર કલાકારો છે. લોકો રામાયણ ફિલ્મના ખુબ વખાણ કરી રહ્યા છે. સારી કમાણી કરી રહી છે.
