AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય સાથે મુંબઈ લોકલમાં મુસાફરી કરવા બદલ ટ્રોલ થઈ અનન્યા, યુઝરે કહ્યું ખાલી ટ્રેન, અસલી સંઘર્ષ

અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ 'લાઈગર'ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ બંને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રમોશન કરતાં જોવા મળ્યા હતા.

વિજય સાથે મુંબઈ લોકલમાં મુસાફરી કરવા બદલ ટ્રોલ થઈ અનન્યા, યુઝરે કહ્યું ખાલી ટ્રેન, અસલી સંઘર્ષ
Ananya-Panday-And-Vijay-DeverakondaImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 1:20 PM
Share

વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ લાઈગરના (Liger) પ્રમોશનમાં બિઝી છે. તે બંને મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ બંને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અહીં તેમની સાથે કોરિયોગ્રાફરની સાથે બાઉન્સરો પણ જોવા મળ્યા હતા. પરંતુ હવે બંને મુંબઈની લોકલ ટ્રેનમાં જોવા મળ્યા છે. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અનન્યા અને વિજયને પણ ટ્રોલ કર્યા છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં જોવા મળ્યા વિજય અને અનન્યા

હાલમાં જ ફિલ્મનું નવું ગીત ‘વાટ લગા દેંગે’ રિલીઝ થયું છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાઈગર’ માટે ફિલ્મના બંને કલાકારો જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ બંને મુંબઈ લોકલ ટ્રેનમાં જોવા મળ્યા હતા. બંને સાથે તેમના ક્રૂ મેમ્બર્સ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ બંનેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. મુંબઈના ટ્રાફિકને પાછળ છોડીને બંનેએ મુંબઈની લોકલ ટ્રેનનો સહારો લીધો હતો. બંનેને ટ્રોલ કરતા એક વ્યક્તિએ કહ્યું, ‘ટ્રેનમાં 20 બોડીગાર્ડ સાથે મુસાફરી કરો.’ તો બીજા અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ‘બંનેએ મુંબઈ-વિરાર લોકલમાં શૂટિંગ કરવું જોઈએ, પછી ખબર પડશે.’

લોકોએ કર્યા અનન્યા અને વિજયને ટ્રોલ

કેટલાક લોકોને આ બંને માટે ખાલી ટ્રેનમાં મુસાફરી કરવાનું પણ પસંદ આવ્યું ન હતું. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘સંઘર્સ ખાલી લોકલમાં મુસાફરી કરવાનો અસલી સંઘર્ષ.’ જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘ખાલી ટ્રેનમાં ઊભા છો.’

સામે આવેલા આ વીડિયોમાં અનન્યા પાંડેએ યલો કલરનું ક્રોપ ટોપ અને જીન્સ પહેર્યું છે. જ્યારે વિજય દેવરકોંડાએ બ્લેક ટી-શર્ટ, બ્લુ ડેનિમ અને ચપ્પલ પહેર્યા છે.

25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ

બોલિવૂડ ન્યૂઝ મુજબ વિજય દેવરકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે એક બોક્સની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં છે અને તેની અપોઝિટ અનન્યા પાંડે છે. આ ફિલ્મથી ફેમસ બોક્સર માઈક ટાયસન પણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહર અને પુરી કનેક્ટ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે જ્યારે પુરી જગન્નાથે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા પર આધારિત છે, જે 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">