AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ફાઈનલ ક્યાં રમાશે? પ્લેઓફ મેચોના સ્થળો અંગે BCCI ક્યારે કરશે જાહેરાત?

IPL 2026 સિઝન અડધી પૂરી થઈ ચૂકી છે છતાં પ્લેઓફ મેચોના સ્થળો અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે BCCI તરફથી મળેલા તાજા અપડેટે ચાહકોમાં ઉત્સુકતા વધારી છે. બોર્ડે સંકેત આપ્યો છે કે આગામી એકથી બે દિવસમાં પ્લેઓફ અને ફાઇનલ માટેના સ્થળો અંગે અંતિમ નિર્ણય જાહેર થઈ શકે છે.

Breaking News: IPL 2026 ફાઈનલ ક્યાં રમાશે? પ્લેઓફ મેચોના સ્થળો અંગે BCCI ક્યારે કરશે જાહેરાત?
IPL 2026 final playoff venuesImage Credit source: X
| Updated on: May 02, 2026 | 8:26 PM
Share

IPL 2026 ની સિઝન જોરશોરથી આગળ વધી રહી છે, પરંતુ પ્લેઓફના સ્થળોને લઈને સસ્પેન્સ યથાવત છે. લીગ સ્ટેજની અડધીથી વધુ મેચ પૂરી થઈ ગઈ હોવા છતાં ચાહકો હજુ રાહ જોઈ રહ્યા છે કે મહત્વપૂર્ણ પ્લેઓફ મેચો કયા મેદાન પર રમાશે. હવે BCCI સચિવના નિવેદનથી આ સસ્પેન્સ ટૂંક સમયમાં દૂર થવાની આશા છે.

BCCI સચિવનું મોટું નિવેદન

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ તાજેતરમાં જણાવ્યું છે કે બોર્ડ હાલમાં પ્લેઓફ અને ફાઇનલ માટે યોગ્ય સ્થળો નક્કી કરવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત ચર્ચા ચાલી રહી છે અને આગામી 1-2 દિવસમાં આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમણે કોઈ ચોક્કસ સ્થળ અંગે હજી પુષ્ટિ કરી નથી.

ચૂંટણીના કારણે શેડ્યૂલ બે તબક્કામાં થયું જાહેર

આ સિઝનમાં શેડ્યૂલ જાહેર કરવામાં BCCIને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુમાં ચૂંટણીને કારણે લીગ સ્ટેજના શેડ્યૂલને બે તબક્કામાં જાહેર કરવો પડ્યો હતો. આ કારણસર પ્લેઓફ માટેના સ્થળોની જાહેરાત મોડેથી થવાની સ્થિતિ ઉભી થઈ.

પ્લેઓફ મેચોના સ્થળ જાહેર કરવામાં વિલંબ

ગયા સિઝનમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં કેટલીક મેચોનું સ્થળ બદલીને અન્ય સ્ટેડિયમમાં ખસેડવામાં આવ્યું હતું. અંતિમ મેચ પણ મૂળ આયોજન મુજબ બીજા શહેરમાં થવાની હતી, પરંતુ અંતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ અનુભવને ધ્યાનમાં રાખીને BCCI આ વખતે સાવચેતીથી નિર્ણય લઈ રહ્યું છે.

IPL 2026 ફાઇનલ 31 મેના રોજ રમાશે

IPL 2026ની ફાઇનલ 31 મેના રોજ યોજાવાની છે, જ્યારે પ્લેઓફ 26 મેથી શરૂ થશે એવી શક્યતા છે. અનુમાન મુજબ ક્વોલિફાયર 1 26 મે, એલિમિનેટર 27 મે, ક્વોલિફાયર 2 29 મે અને ફાઇનલ 31 મેના રોજ રમાશે. હવે તમામ નજર BCCIની જાહેરાત પર ટકેલી છે, જે ટૂંક સમયમાં ચિત્ર સ્પષ્ટ કરશે.

Breaking News: ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, યુવા-અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">