AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પુષ્પા 2’ના સ્ક્રીનિંગ અકસ્માત બાદ ફિલ્મો પર કડકાઈ, કલાકારો-નિર્માતાઓ આજે તેલંગાણા સરકાર સાથે કરશે બેઠક

આ મીટિંગનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે તાજેતરમાં જ તેલંગાણાના સિનેમેટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીએ ખાતરી આપી હતી કે સરકાર ભવિષ્યમાં માત્ર પસંદગીની ફિલ્મોને ટિકિટના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપશે. તેનાથી આવનારી ઘણી મોટી ફિલ્મોની કમાણી પર અસર પડી શકે છે.

'પુષ્પા 2'ના સ્ક્રીનિંગ અકસ્માત બાદ ફિલ્મો પર કડકાઈ, કલાકારો-નિર્માતાઓ આજે તેલંગાણા સરકાર સાથે કરશે બેઠક
artists producers to meet with Telangana government today
| Updated on: Dec 26, 2024 | 1:53 PM
Share

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેને જોતા હવે તેલુગુ સિનેમાના પ્રતિનિધિઓ સરકાર સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બેઠક ગુરુવારે યોજાય તેવી શક્યતા છે. જેમાં અલ્લુ અર્જુનની ધરપકડ બાદ ઉદ્યોગ અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે.

સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા માટે થિયેટરમાં પહોંચ્યો હતો

4 ડિસેમ્બરે ‘પુષ્પા 2’ના સ્પેશિયલ સ્ક્રીનિંગના અવસર પર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો 9 વર્ષનો પુત્ર શ્રેતેજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જે હજુ વેન્ટીલેટર પર છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે આ કેસના સંબંધમાં અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરી હતી, જે સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો.

સરકારની કડકાઈ અંગે ઉદ્યોગ જગતના લોકો બેઠક યોજશે

તેલંગાણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (FDC) ના અધ્યક્ષ અને તેલુગુ ઉદ્યોગના અગ્રણી નિર્માતા દિલ રાજુએ બુધવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓનું એક પ્રતિનિધિમંડળ તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી, સરકાર અને ઉદ્યોગ વચ્ચે ‘હેલ્ધી રિલેશન’ બનાવાવ માટે વિઝિટ કરશે.

એક કામચલાઉ યાદી અનુસાર, નિર્માતા અલ્લુ અરવિંદ (અલ્લુ અર્જુનના પિતા), સુરેશ દગ્ગુબાતી, સુનીલ નારંગ, સુપ્રિયા, નાગા વામશી અને ‘પુષ્પા 2’ના નિર્માતા નવીન યેર્નેની અને રવિ શંકર પણ આ બેઠકમાં હાજરી આપવાના છે. તેમની સાથે વેંકટેશ દગ્ગુબાતી, નીતિન, વરુણ તેજ, ​​સિદ્ધુ જોન્નાલગડ્ડા, કિરણ અબ્બાવરામ અને શિવા બાલાજી પણ મુખ્યમંત્રીને મળવા આવનાર પ્રતિનિધિમંડળનો ભાગ હશે.

ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપશે

આ મીટિંગનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે. કારણ કે તાજેતરમાં જ તેલંગાણાના સિનેમેટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીએ નિવેદન આપ્યું હતું કે, ભવિષ્યમાં સરકાર માત્ર પસંદગીની ફિલ્મોને ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપશે. જેમાં ઈતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ કે ડ્રગ્સ વિરોધી કે અન્ય કોઈ મેસેજ આપતી ફિલ્મોનો સમાવેશ થશે.

મોટી ફિલ્મોને અસર થવાની છે

આ નિવેદન અનુસાર જો આ નિયમ લાગુ કરવામાં આવે છે તો તેની અસર રામ ચરણની ‘ગેમ ચેન્જર’, નંદામુરી બાલકૃષ્ણની ‘ડાકુ મહારાજ’ અને વેંકટેશની ‘સંક્રાંતિ વસ્થાનમ’ જેવી ઘણી મોટી આગામી તેલુગુ ફિલ્મો પર પડશે. જે નવા વર્ષમાં સંક્રાંતિ પર રિલીઝ થશે. રામ ચરણની ‘ગેમ ચેન્જર’નું નિર્દેશન લોકપ્રિય નિર્દેશક એસ. શંકરે તેનું દિગ્દર્શન કર્યું છે અને તે 400 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી છે.

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ‘પુષ્પા 2’ના સ્ક્રીનિંગ પહેલા ‘રોડ શો’ કરવા અને લોકો તરફ ‘વેવ’ કરવા બદલ અલ્લુ અર્જુનની ટીકા કરી હતી. જ્યારે અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આવા આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, તે માત્ર ફિલ્મ જોવા ગયો હતો, ત્યાં કોઈ રોડ શો કરવામાં આવ્યો ન હતો.

14 ડિસેમ્બરે બહાર આવ્યો

અર્જુનની તેલંગાણા પોલીસે 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી હતી. પરંતુ તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે તેમને આ કેસમાં 4 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જો કે અર્જુનને જેલમાંથી બહાર આવવામાં એક દિવસ લાગ્યો અને તે 14 ડિસેમ્બરે બહાર આવ્યો હતો.

અલ્લુ અર્જુનની ફિલ્મ વિશે વાત કરીએ તો ‘પુષ્પા 2’ ત્રણ અઠવાડિયા પછી પણ સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર 1100 કરોડ રૂપિયાની કમાણી કરનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">