સંદીપ રેડ્ડી વાંગાની વર્ષ 2019માં આવેલી ફિલ્મ કબીર સિંહ જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે ઘણાં દિવસો સુધી હાઉસફુલ રહી. આમાં શાહિદ કપૂરની એક્ટિંગે દર્શકોને ખૂબ જ એન્ટરટેઈન કર્યા. હાલમાં શાહિદ તેની અપકમિંગ ફિલ્મ ‘તેરી બાતોં મેં એંસા ઉલઝા જિયા’ને લઈને ચર્ચામાં છે. તે ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં તેને એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર સાથે અપકમિંગ ફિલ્મમાં કામ કરવાના સવાલ પર રિએક્ટ કર્યું છે.
1 ડિસેમ્બર 2023ના દિવસે રિલીઝ થયેલી એનિમલ ફિલ્મની સફળતા બાદ મેકર્સ તેની સિક્વલની જાહેરાત કરી દીધી છે. આ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. આ વાતની વચ્ચે શાહિદ કપૂરે એક ઈન્ટરવ્યુમાં તેના અને રણબીરના સાથએ પ્રોજેક્ટ પર કામ કરવા વિશે જણાવ્યું. બોલિવુડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં આ સવાલના જવાબમાં શાહિદે કહ્યું કે તે ખૂબ જ એક્સાઈટિંગ છે.
શાહિદ કપૂરે એનિમલ પાર્કને લઈને પૂછેલા સવાલ પર કહ્યું કે રણવિજય અને કબીર સિંહ એક સાથે જોવા મળે તેવી શક્યતા ઓછી છે. પરંતું, જો આવું થાય છે તો તે ઓડિયન્સ માટે ખૂબ જ એક્સાઈટેડ હશે. તેને આગળ કહ્યું કે આ તેમના હાથમાં નથી કારણ કે બંનેની દુનિયા બિલકુલ અલગ છે.
‘તેરી બાતોં મેં એંસા ઉલઝા જિયા’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન શાહિદ કપૂરે કહ્યું કે તે શક્ય નથી. તેના કારણ પર વાત કરતા શાહિદે કહ્યું કે બંને પાત્રો અલગ છે. પરંતું જો આવું થઈ જાય તો બહુ સારું થશે. પણ આ શક્ય છે? શું આવું થઈ શકે છે? આ ક્યારે થશે? આ સવાલો પાછળ ઘણી પ્રેક્ટિકલ વસ્તુઓ છે. તમને જણાવી દઈએ એનિમલમાં રણબીર અને કબીર સિંહમાં શાહિદ બંનેનું પાત્ર વાયલેન્સથી ભરપૂર છે. બંને ફિલ્મે રિલીઝ બાદ જોરદાર ધૂમ મચી હતી. પરંતુ બંનેનું વાયલેન્સનું લેવલ એકદમ અલગ હતું. હવે જોવાનું રસપ્ર હશે કે શું શાહિદ અને રણબીર સાચે આગળ જઈને એક સાથે જોવા મળે છે?
આ પણ વાંચો: બી-ટાઉનની BFF અનન્યા-સારા પહેલીવાર જોવા મળશે સાથે, દીપિકાની ફિલ્મની બનશે સિક્વલ?
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો