કરણ જોહરની ‘રોકી ઔર રાની’માં પહેલીવાર સાથે જોવા મળશે આ ત્રણ અભિનેત્રી, કેમિયો રોલ કરશે

કરણ જોહર (Karan Johar) તેની ફિલ્મોના શૂટિંગમાં બિઝી છે. રોકી ઔર રાનીનું શૂટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં પૂરૂ થશે. આ પછી કરણ જોહર આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ કરશે. રોકી ઔર રાની ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

કરણ જોહરની 'રોકી ઔર રાની'માં પહેલીવાર સાથે જોવા મળશે આ ત્રણ અભિનેત્રી, કેમિયો રોલ કરશે
sara, ananya and janhviImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 3:35 PM

ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) આ એક રોમેન્ટિક ફિલ્મમાં ડાયરેક્ટરની ગાદી સંભાળતો જોવા મળશે. આ ફિલ્મનું નામ છે ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani). રોકી ઔર રાની કી પ્રેમકહાની ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. નવા રિપોર્ટ મુજબ એવું કહેવાય રહ્યું છે કે બોલિવૂડની યંગ હિરોઈન સારા અલી ખાન, જ્હાનવી કપૂર અને અનન્યા પાંડે રોકી ઔર રાની કી પ્રેમકહાનીમાં કેમિયો રોલ કરતી જોવા મળશે.

પિંકવિલાના રિપોર્ટ મુજબ, આ ત્રણ લીડિંગ લેડીઝ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં એકસાથે ડાન્સ કરતી જોવા મળશે. આ સિવાય રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મમાં તેઓના જોડે કેટલાક સીન પણ હશે. બાકીની વિગતો હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. કરણ જોહર સુનિશ્ચિત કરી રહ્યો છે કે તે તેની પહેલી ડાયરેક્ટોરિયલ ફિલ્મમાં દરેક એલીમેન્ટને દર્શકોની સમક્ષ તે રજૂ કરી શકે.

કરણ જોહર રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મનું શૂટીંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં પૂરૂ થઈ થશે. ત્યારબાદ કરણ જોહર આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ શરૂ કરશે. રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. કરણ જોહરે આ ફિલ્મની રિલીઝડેટની જાહેરાત તેના 50માં જન્મદિવસના દિવસે કરી હતી. એક પોસ્ટ દ્વારા લખીને તેણે ઓડિયન્સને ફિલ્મ અને તેના પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ આપ્યા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

પોસ્ટ દ્વારા કરણ જોહરે કહ્યું હતું કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ પછી તે તેની અપકમિંગ ફિલ્મ ડાયરેક્ટોરિયલ એક્શન ફિલ્મ પર પણ તે કામ શરૂ કરશે. આવું પહેલીવાર થશે કે કરણ જોહર એક્શન સ્પેસમાં પણ કામ કરશે. કરણ જોહર જાણીતા પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સના માલિક છે. તે વ્યવસાયે એક્ટર, નિર્માતા અને રાઈટર પણ છે.

સારા, અનન્યા અને જ્હાનવીના વર્કફ્રન્ટની વાત કરીયે તો સારા વિકી કૌશલ સાથે અનટાઈટલ ફિલ્મમાં કામ કરી રહી છે. અનન્યા પાંડે વિજય દેવરાકોંડા સાથે Ligerમાં જોવા મળશે. જ્હાનવી કપૂર વરૂણ ધવન સાથે બવાલમાં જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">