AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનની આગામી ફિલ્મમાં ‘મોટો ટ્વિસ્ટ’, ‘ધુરંધર 2’ રિજેક્ટ કરનાર હીરોની આ ફિલ્મમાં થઈ ‘એન્ટ્રી’

Salman Khan Film : બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન હાલમાં 'માતૃભૂમિ' પર કામ કરી રહ્યા છે. જે 17 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મમાં કેટલાક વધારાના સીન ઉમેરવામાં આવ્યા છે જેના કારણે તેને મુલતવી રાખવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સલમાન ખાન ઓગસ્ટની રિલીઝ તારીખ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત તેમની આગામી ફિલ્મ 'દિલ રાજુ' સાથે છે, જે 'વામશી પૈદિપલ્લી' દિગ્દર્શિત કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં એક એવા હીરોની એન્ટ્રી થઈ ગઈ છે જેમણે તાજેતરમાં આવેલી 'ધુરંધર 2' ની ઓફર ઠુકરાવી હતી.

સલમાન ખાનની આગામી ફિલ્મમાં 'મોટો ટ્વિસ્ટ', ‘ધુરંધર 2’ રિજેક્ટ કરનાર હીરોની આ ફિલ્મમાં થઈ 'એન્ટ્રી'
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 6:28 PM
Share

ચાહકો બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની આગામી ફિલ્મ ક્યારે રિલીઝ થશે ? તેવા સવાલો પૂછી રહ્યા છે. શરૂઆતમાં ‘માતૃભૂમિ’ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મમાં ઘણા વધારાના સીન ઉમેરવાના હોવાથી ફિલ્મની રિલીઝ તારીખ આગળ ખસેડવામાં આવી છે. ફિલ્મનું શીર્ષક ‘બેટલ ઓફ ગલવાન’ થી બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું છે. નિર્માતાઓ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવા પર નજર રાખી રહ્યા છે. તારીખ નક્કી થાય તે પહેલાં જાહેર થયું હતું કે સલમાન ખાન ‘દિલ રાજુના’ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. આ ઉપરાંત ધુરંધર 2 ને નકારી કાઢનાર અભિનેતા પણ આ ફિલ્મમાં જોડાયો છે.

સલમાન ખાનની આ ફિલ્મ ગલવાન પર આધારિત

સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ હતી. જે બોક્સ ઓફિસ પર રિલીઝ થતાં જ ફ્લોપ ગઈ હતી. સલમાનની ‘માતૃભૂમિ’ પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જે 2020 માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ લશ્કરી અથડામણ પર આધારિત છે.

સલમાન ખાનની ફિલ્મમાં આ હીરોની થઈ એન્ટ્રી

તાજેતરમાં એક અહેવાલમાં આવ્યું હતું કે, અનિલ કપૂર સલમાન ખાનની નવી ફિલ્મમાં જોડાયા છે. તેઓ પ્રોડ્યુસર ‘દિલ રાજુ’ અને દિગ્દર્શક વામશી પૈદિપલ્લીની એક્શન ડ્રામા ફિલ્મમાં જોડાયા છે. જેમાં સલમાન ખાન અને નયનતારા પણ છે. અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે અનિલ કપૂરની સંડોવણી ફિલ્મમાં વધુ અનુભવ ઉમેરે છે. તાજેતરમાં જ એવું જાહેર થયું હતું કે ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2026 માં શરૂ થઈ જશે. તેમજ મેકર્સ આ ફિલ્મને 2027 મા થિયેટરમાં રિલીઝ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

આગામી આ ફિલ્મમાં દેખાશે અનિલ કપૂર

અનિલ કપૂરની ‘સુબેદાર’ હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. તે શાહરૂખ ખાનની ‘કિંગ’ ફિલ્મનો પણ ભાગ છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. એવી પણ અફવાઓ છે કે અનિલ કપૂર જુનિયર NTRની ‘ડ્રેગન’ માં ખલનાયકની ભૂમિકા ભજવશે. પ્રશાંત નીલે અભિનેતાને આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધો છે. અનિલ કપૂરે પોતે ખુલાસો કર્યો હતો કે આદિત્ય ધરે તેમને ‘ધુરંધર 2’ માટે ઓફર કરી હતી. પણ અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે અભિનય કરવાનો ઇનકાર કરી દીધો.

અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">