AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન

કેન્દ્ર સરકારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતોને રોકવા માટે દેશભરમાં સુવિધાજનક રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે 'રેલ અંડરપાસ' જાણો સંપૂર્ણ પ્લાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 4:32 PM
Share

કેન્દ્ર સરકારે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતોને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશભરમાં સુવિધાજનક રેલવે અંડરપાસ બનાવવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જ્યાં ટ્રેકની એક બાજુ રહેણાંક વિસ્તાર અને બીજી બાજુ ખેતરો, શાળાઓ, સ્મશાનગૃહો અથવા અન્ય સ્થળો છે. તેમજ જે લોકો દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેક ક્રોસ કરતા હોય છે.

અકસ્માતોને રોકવા માટે રેલવે અંડરપાસ બનશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં સંબંધિત અધિકારીઓ સાથે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. વ્યાપક તૈયારીઓના ભાગ રૂપે રેલવે અંડરપાસ એવા સ્થળોએ બનાવવામાં આવશે જ્યાં ટ્રેકની એક બાજુ રહેણાંક વિસ્તાર આવેલો હોય અને બીજી બાજુ ખેતરો, શાળાઓ, સ્મશાનગૃહો અથવા અન્ય સ્થળો હોય. અધિકારીઓ વર્કશોપમાં રેલવે મંત્રીએ દેશભરમાં આવા અંડરપાસ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

અંડરપાસ-પુલ જીવનરક્ષક તરીકે થશે સાબિત

રેલ મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે એવા અનુકૂળ રેલ પુલ બનાવવામાં આવે જે પાટા ઓળંગતા લોકો માટે જીવનરક્ષક વિકલ્પ તરીકે કામ કરે. આ પુલ બનાવતી વખતે ખાતરી કરવામાં આવશે કે સામાન્ય વ્યક્તિ સાયકલ, મોટરસાયકલ અને અન્ય કામ સંબંધિત વસ્તુઓ લઈ જઈ શકે. આનાથી દેશભરમાં પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતો અટકશે. ભારતીય રેલ્વેના આ પુલ દેશની મોટી વસ્તી માટે વરદાનરૂપ સાબિત થશે.

પાંચથી છ વર્ષમાં તૈયાર થશે અંડરપાસ પુલ

રેલવે મંત્રીએ અધિકારીઓને આગામી પાંચથી છ વર્ષમાં આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો છે. રેલવે મંત્રીએ આ વાત પર ભાર મૂક્યો છે, કે ડિઝાઇનમાં ખાતરી રાખવી કે લોકો તેનો ઉપયોગ આરામદાયક રીતે ઉપયોગ કરે તેમજ પાણી ભરાવાની કોઈ સમસ્યા ન થાય.

રેલવે પુલ બનાવવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય અધિકારીઓ સાથે ઘણા વર્ષોના પરામર્શનું પરિણામ છે. રેલવે મંત્રી માને છે કે સિસ્ટમ સંવેદનશીલ હોવી જોઈએ અને બધા અધિકારીઓએ સામાન્ય માણસની સમસ્યાઓના ઉકેલ શોધવા જોઈએ. તેમજ સુવિધાનો લાભ આવનારા દાયકાઓ સુધી ચાલે તેવો હોવો જોઈએ.

12 કલાકમાં કેવી રીતે તૈયાર થશે અંડરપાસ ?

સૌ પ્રથમ સબવે અથવા રેલવે અંડરપાસનું માળખું બનાવવામાં આવશે. ત્યારબાદ જે જગ્યાએ અંડરપાસ રાખવાનું છે ત્યાં તેને મૂકવામાં આવશે. એકવાર સાઇટ પર પહોંચ્યા બાદ એક બ્લોક લેવામાં આવશે. બ્લોકની અંદરનો રેલ ટ્રેક કાપી નાખવામાં આવશે અને તૈયાર અંડરપાસ સ્થાપિત થઈ જશે અને 12 કલાકની અંદર ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

10 એપ્રિલે બોક્સ ઓફિસ પર ધમાકો ! આવી રહી છે આ બે ફિલ્મો, જુઓ કોની વધશે ચિંતા..વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">